Home Gujarat Sog Seizes Large Quantity Of Contraband Before Landing

ઉતરાયણ પહેલા જ SOG એ પ્રતિબંધિત મોટો જથ્થો ઝડપ્યો : બાતમીને આધારે તલોદમાં કુલ 60 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી પકડી

ઉતરાયણ પહેલા જ SOG એ પ્રતિબંધિત મોટો જથ્થો ઝડપ્યો
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 12:53 PM IST

ઉતરાયણ પહેલા જ સાબરકાંઠાના તલોદ વિસ્તારમાંથી SOG ની ટીમે બતમીના આધારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે 20 વર્ષીય સચિન જયસ્વાલ નામના યુવક પાસેથી ચાઈનીઝ દોરીની મોટી માત્રા ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ, બાતમીના આધારે SOG PSI ની ટીમે તલોદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન શંકાસ્પદ યુવકને રોકી તેની પૂછપરછ કરતા કુલ 60 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીનો જથ્થો મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ પતંગબાજીમાં થતો હોય છે, પરંતુ તે ખૂબ જોખમી હોવાથી સરકાર દ્વારા તેના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દોરી માનવજીવન અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. છતાં કેટલાક લોકો ગુપ્ત રીતે તેનો વેપાર કરતા હોય છે, જેને લઈને પોલીસ સતત ચેકિંગ અને રેડ પાડી રહી છે.

SOG ની ટીમે યુવકને પકડી જથ્થો જપ્ત કર્યા બાદ તેને વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે યુવક ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યો અને કોને વેચવા જતો હતો તે અંગે વધુ તપાસ ચાલુ છે. આ કાર્યવાહીથી તલોદ વિસ્તારમાં ગેરકાયદે પતંગ સામાનના વેપારીઓમાં હલચલ મચી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now