Home Gujarat Sog Head Constable Pushparajsinh Puwars Significant Role In The Drug Free Vadodara Campaign

નશામુક્ત વડોદરા માટે પોલીસની સક્રિય કામગીરી : નશામુક્ત વડોદરા અભિયાનમાં એસ.ઓ.જી. હેડકોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ પુવારની નોંધપાત્ર ભૂમિકા

નશામુક્ત વડોદરા માટે પોલીસની સક્રિય કામગીરી
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 10:24 AM IST

Nasha Mukt Vadodara Campaign: વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે શહેર પોલીસ દ્વારા સતત અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. માદક પદાર્થો અને ડ્રગ્સના સેવન સામે કડક કાર્યવાહી સાથે સાથે જનજાગૃતિના પ્રયાસો પણ તેજ બનાવવામાં આવ્યા છે. આ અભિયાનમાં એસ.ઓ.જી. વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ પુવારની કામગીરી નોંધપાત્ર અને પ્રશંસનીય રહી છે.

‘નશા મુક્તિ સંકલ્પ’ કાર્યક્રમમાં સન્માન

પુષ્પરાજસિંહ પુવારના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તાજેતરમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના વરદ હસ્તે તેમને ‘નશા મુક્તિ સંકલ્પ’ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી એસ.ઓ.જી. વિભાગ તેમજ સમગ્ર પોલીસ તંત્રમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો અસરકારક ઉપયોગ

ગુજરાત સરકારના ‘નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત’ અભિયાનને સફળ બનાવવા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કામગીરી કરી રહી છે. આ અભિયાનમાં ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પુષ્પરાજસિંહ પુવાર વડોદરા શહેરમાંથી સૌપ્રથમ આ કીટની તાલીમ માટે પસંદ થયા હતા.

2023થી સતત તપાસ અને કાર્યવાહી

વર્ષ 2023થી શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય માર્ગો અને અવાવરૂ સ્થળોએ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કીટ દ્વારા વ્યક્તિએ ડ્રગ્સનો નશો કર્યો છે કે નહીં તે તાત્કાલિક જાણી શકાય છે, જેના કારણે પોલીસને ઝડપી અને ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદ મળી છે.

રીહેબિલિટેશન અને નેટવર્ક સુધી પહોંચ

નશાખોરીમાં ઝડપાયેલા લોકોને કાઉન્સેલિંગ માટે રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવે છે. તેમની પાસેથી મળતી માહિતીના આધારે ડ્રગ્સ ડીલરો અને નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે, જેના કારણે અનેક યુવાનોને નશાખોરીના ચંગુલમાંથી બચાવી શકાયા છે.

જાગૃતિ અને જાહેર અપીલ

ડ્રગ્સ ટેસ્ટિંગ કીટના ઉપયોગથી નાગરિકોમાં જાગૃતિ વધી છે અને શહેરમાં નશાખોરીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અંતમાં હેડકોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ પુવારે માતા-પિતાને અપીલ કરી હતી કે બાળકોના વર્તનમાં કોઈ શંકાસ્પદ ફેરફાર દેખાય તો સમયસર કાઉન્સેલિંગ અથવા એસ.ઓ.જી. વિભાગનો સંપર્ક કરવો જોઈએ, જેથી યુવાનોને નશાખોરી જેવા ગંભીર દુષણથી બચાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now