Home Health-lifestyle Sleep Divoce Cases Are Incresing

એક છત નીચે પણ સાથે નહીં? : જાણો કેમ વધી રહ્યું છે Sleep Divorceનું પ્રમાણ, શું છે ફાયદા અને નુકસાન...

એક છત નીચે પણ સાથે નહીં?
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 03:40 PM IST

આજકાલ છૂટાછેડાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગ્રે ડિવોર્સ અને સ્લીપ ડિવોર્સ જેવી ટર્મ પ્રચલિત બની રહી છે.આજકાલ જ્યારે ભાગદોડવાળી લાઈફ વધી રહી છે. ત્યારથી સંબંધોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જેનાથી એક નવા પ્રકારના ડિવોર્સની વાત થઈ રહીશ છે અને તે છે સ્લીપ ડિવોર્સ. આ એક એવી એક પ્રથા છે, જેમાં યુગલો એક જ ઘરમાં રહેતા હોય ત્યારે અલગ પથારી અથવા રૂમમાં સૂઈ જાય છે. આ એક પ્રકારનું સમાધાન છે, જેમાં બંને પાર્ટનર તેમની ઊંઘને ​​મહત્વ આપે છે. ધ્યાનમાં રાખો, આનો અર્થ એ નથી કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા છે.

શું છે સ્લીપ ડિવોર્સ?
આપણે ત્યાં એક પરંપરા છે જેમાં લગ્ન બાદ કપલ એક જ પલંગ પર સુએ છે, કારણ કે હાલના સમયમાં આ સ્લીપ ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યાં કપલ અલગ અલગ રૂમ કે પલંગ પર સુએ છે. તેઓ શારીરિક રૂપથી અલગ થઈ જાય છે પરંતુ ઈમોશનલ બોન્ડ રહે જ છે. તેનું ખાસ કારણ સારી નિંદર કરવી અને સંબંધોમાં તાજગી બનાવી રાખવાનું છે/

કેટલીકવાર, એક પાર્ટનરની ઊંઘવાની આદતો બીજા પાર્ટનરને ચિડવી શકે છે. ઉદાહરણ તરીકે, એક પાર્ટનરને રાત્રે ખૂબ ફરવાનું ગમતું હોય છે, જ્યારે બીજા પાર્ટનરને શાંત વાતાવરણમાં સૂવું ગમતું હોય છે. આવી સ્થિતિમાં બંને પાર્ટનર અલગ-અલગ સૂવાથી સારી ઊંઘ મેળવી શકે છે.

સ્લીપ ડિવોર્સના ફાયદા
સ્ટ્રેસવાળી લાઈફમાં સારી ઊંઘ એક મોટી સમસ્યા બની ગઈ છે. એવામાં જો કપલ અલગ અલગ સુએ તો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી બની રહે છે. સાથે જ કપલને થોડી પર્સનલ સ્પેસ પણ જોઈએ છે. સાથે જ જો કોઈને નસકોરા બોલાવવાની કે એવી આદત હોય તો બીજા પાર્ટનરની ઊંઘ ખરાબ નથી થતી.

સ્લીપ ડિવોર્સનું નુકસાન
કેટલાક લોકોનું માનવું છે કરે, અલગ-અલગ સુવાથી કપલ્સ વચ્ચે ભાવનાત્મક અંતર સર્જાય છે. કેટલાક કપલ્સ માટે, એકસાથે સુઈ જવું એક મહત્વનું પગલું હોય છે. અલગ અલગ સુવાથી તેના પર અસર પડી શકે છે. સ્લીપ ડિવોર્સ સામાજિક રીતે સ્વીકાર્ય નથી, એટલે લોકો શર્મિંદગી મેહસૂસ કરી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now