Home Entertainment Sky Force Box Office Collection Increasing Day By Day

સ્કાય ફોર્સે બચાવ્યું અક્ષય કુમારનું કરિયર : લાંબા સમય પછી અક્ષયની ફિલ્મે કરી સારી કમાણી

સ્કાય ફોર્સે બચાવ્યું અક્ષય કુમારનું કરિયર
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 06:11 AM IST

અક્ષય કુમાર અને વીર પહાડિયાની ફિલ્મ 'સ્કાય ફોર્સ' લાંબા વેઈટ પછી થિયેટર્સમાં આવી ગઈ છે. 24 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થઈ અને દર્શકોને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી રહી છે. . આ ફિલ્મે પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કર્યુ હતી અને હવે બીજા દિવસે બોક્સ ઓફિસ પર 'સ્કાય ફોર્સ'નો દબદબો વધુ મજબૂત થતો જોવા મળી રહ્યો છે.

'સ્કાય ફોર્સ'ના પ્રોડક્શન હાઉસ મેડૉક ફિલ્મ્સ અનુસાર, 'સ્કાય ફોર્સ' એ પ્રથમ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 15.30 કરોડ રૂપિયાની કમાણી કરી જ્યારે બીજા દિવસે ફિલ્મને વીકેન્ડનો ફાયદો મળ્યો અને ફિલ્મે વેગ પકડી. શનિવારે 'સ્કાય ફોર્સ'એ કુલ 21.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે અક્ષય કુમારની ફિલ્મનું બે દિવસમાં કુલ કલેક્શન હવે 36.80 કરોડ રૂપિયા થઈ ગયું છે.

2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

એક્શનથી ભરપૂર ફિલ્મ 'સ્કાય ફોર્સ' તેના બે દિવસના કલેક્શન સાથે અત્યાર સુધીમાં વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા 17 જાન્યુઆરીએ કંગના રણૌતની 'ઇમરજન્સી' અને રાશા થડાનીની ફિલ્મ 'આઝાદ' રીલિઝ થઈ હતી. 'ઇમરજન્સી'એ અત્યાર સુધીમાં 15.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે 'આઝાદે' માત્ર 6.77 કરોડ રૂપિયા જ કમાઈ કરી છે. આ પહેલા 10 જાન્યુઆરીએ સોનુ સૂદની ફિલ્મ 'ફતેહ' રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર માત્ર 12.86 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now