Home Entertainment Singer Mohit Chauhan Suddenly Stumbled While Singing On Stage

Singer Mohit Chauhan સ્ટેજ પર ગાતાં-ગાતાં ધડામ દઈ પડ્યા : મદદ માટે દોડી આવ્યા લોકો, જાણો પછી શું થયું?

Singer Mohit Chauhan સ્ટેજ પર ગાતાં-ગાતાં ધડામ દઈ પડ્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 06:56 AM IST

Mohit Chauhan: બોલિવૂડના પ્રિય ગાયક મોહિત ચૌહાણ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયોને કારણે ચર્ચામાં છે. AIIMS ભોપાલમાં આયોજિત એક લાઇવ કોન્સર્ટ દરમિયાન મોહિત “નાદાન પરિંદે” ગીત ગાતા હતા ત્યાં જ અચાનક તેમનો પગ સ્ટેજના લાઇટિંગ વાયરમાં ફસાયો અને તે સીધા જ જમીન પર ખાબક્યા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોહિત પડતાંની સાથે જ પ્રેક્ષકોમાં ચીસો પડી ગઈ અને આયોજકો તથા AIIMSની તબીબી ટીમ તુરંત સ્ટેજ પર દોડી આવી. સદ્ભાગ્યે મોહિતને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી.

મોહિત ચૌહાણ આ ઘટના પર મૌન

થોડી મિનિટોની પ્રાથમિક સારવાર બાદ તેમણે માઇક્રોફોન ફરી હાથમાં લીધું અને કાર્યક્રમ ચાલુ રાખ્યો. આ બહાદુરીભર્યો અંદાજ જોઈ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.આ ઘટનાનો વીડિયો રાતોરાત વાયરલ થઈ ગયો છે. ચાહકો એક તરફ મોહિતના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના પ્રોફેશનલિઝમના કાયલ પણ થઈ રહ્યા છે.

મોહિત ચૌહાણની પ્રખ્યાત સંગીત યાત્રા

હજુ સુધી મોહિત ચૌહાણ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.તેમણે "રંગ દે બસંતી," "તમાશા," "જબ તક હૈ જાન," અને "રોકસ્ટાર" જેવી ફિલ્મોમાં ઘણા કાલાતીત ગીતો આપ્યા છે. “તુમ સે હી”, “મસકકલી”, “સદ્દા હક” અને “જો બહેરા” જેવા અમર ગીતો આપનાર મોહિત ચૌહાણની આ ઘટનાએ ફરી એક્ષ ચાહકોને યાદ કરાવ્યું કે તેઓ માત્ર અવાજના જાદુગર જ નહીં, પરંતુ સ્ટેજ પર સાચા યોદ્ધા પણ છે.જલ્દી સાજા થાઓ, મોહિત સર!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now