Home Entertainment Sikandar Teaser Twitter Review Salman Khan Fans Does Not Like The Video Says Salaar Ki Cheap

'સાલારની સસ્તી કોપી સિકંદર' : ટીઝર જોઈને કેટલાક ફેન્સ ભડક્યા

'સાલારની સસ્તી કોપી સિકંદર'
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 03:59 AM IST

સલમાન ખાનના ફેન્સ તેમની ફિલ્મ સિકંદરની આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. તેમની ફિલ્મ સિકંદર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. સિકંદર ઈદ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર થોડા મહિના પહેલા રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન એક્શન મોડમાં જોવા મળશે. જોકે ટિઝર લોકોને પસંદ નથી આવી રહ્યું. સોશિયલ મીડિયા પર સિકંદરને પ્રભાસની ફિલ્મ 'સાલાર "ની કોપી કહેવામાં આવી છે.

એ. આર. મુરુગાદોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું પ્રોડક્શન સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને અંજિની ધવન પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં રશ્મિકાની એક નાનકડી ઝલક જોવા મળી રહી છે.

લોકોને ના ગમ્યું ટીઝર
સલમાન ખાનની 'સિકંદર "નું ટીઝર કેટલાક લોકોને પસંદ આવી રહ્યું છે, પરંતુ કેટલાક લોકો તેને કોપી કહી રહ્યાં છે. સલારમાંથી પ્રભાસ અને સિકંદરમાંથી સલમાનનો ફોટો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, "દરેક શ્રેષ્ઠ ફિલ્મની એક સસ્તી નકલ હોય છે. અન્ય એક યુઝરે લખ્યું, 'બ્રેકિંગ #SKinder ફિલ્મ થલપતિ વિજયની સરકારની રિમેક છે."#SKinder ટીઝર એ જ રાજકીય વાર્તા વિશે જણાવે છે જે આપણે સરકારની ફિલ્મમાં જોઈ છે અને બંને ફિલ્મોના ડિરેક્ટર પણ સમાન છે".


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now