Home Entertainment Sikandar Box Office Collection Day 7 Salman Khan Rashmika Mandanna Film Seven Days Collection Is Much Lower Than Pushpa 2 Chhaava

છાવા અને પુષ્પા-2ની નજીક પણ નથી આવી શકી : ભાઈજાનની સિકંદર

છાવા અને પુષ્પા-2ની નજીક પણ નથી આવી શકી
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 04:54 PM IST

સલમાન ખાનની ફ્લોપ ફિલ્મોની શ્રેણીમાં હવે વધુ એક ફિલ્મ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે સિકંદર રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં પ્રશંસનીય કમાણી નથી કરી.

સિકંદરનું બોક્સ ઓફિસ કલેક્શન
સિકંદરને પહેલા દિવસે અપેક્ષા મુજબ ઓપનિંગ ના મળ્યું, સેકનિલ્કના જણાવ્યા અનુસાર, પહેલા દિવસની કમાણી 26 કરોડ રૂપિયા હતી જ્યારે બીજા દિવસે આ આંકડો વધીને 29 કરોડ થયો હતો. ફિલ્મે ત્રીજા દિવસે 19.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે, ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસે કમાણી દરરોજ ઘટી અને તે 9.75 કરોડથી ઘટીને 6 કરોડ અને પછી 3.5 કરોડ થઈ ગઈ.

સેકનિલ્ક પર આજની સાથે જોડાયેલા આંકડાઓ અનુસાર રાત્રે 9:30 વાગ્યા સુધી ફિલ્મે 2.89 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને કુલ 96.64 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડાઓ અંતિમ નથી. તેમાં ફેરફાર થઈ શકે છે.

છાવા અને પુષ્પા-2ની નજીક પણ નથી સિકંદર
રિલીઝ પહેલાં સિકંદર બ્લોકબસ્ટર હોવાની ચર્ચા હતી, તેથી એવું લાગતું હતું કે આ ફિલ્મ છાવા અને પુષ્પ 2 જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ તોડશે. પરંતુ હવેના આ આંકડા જોઈને લાગતુ નથી કે સિકંદર બંને ફિલ્મોની નજીક પણ પહોંચી શક્શે.

Pushpa 2એ માત્ર 7 દિવસમાં જ હિન્દી વર્ઝનથી 425.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે છાવા, જે હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહ્યું છે, તેણે પહેલા અઠવાડિયામાં 219.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, જો તમે સિકંદરની કમાણીના 7 દિવસ જોશો તો તે 100 કરોડ સુધી પણ પહોંચી નથી. ભાઈજાનની ફિલ્મ અલ્લુ અર્જુનની ફિલ્મનો ચોથો ભાગ અને વિકી કૌશલની ફિલ્મનો અડધો ભાગ પણ કમાઈ શકી નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now