Home Entertainment Sikandar Box Office Collection Day 10 Salman Khan Rashmika Mandanna Film Second Tuesday Tenth Day Collection Net In India

ઓફિશિયલી સિકંદર ફ્લોપ? : 10 દિવસમાં કર્યો ચણા મમરા જેટલો બિઝનેસ

ઓફિશિયલી સિકંદર ફ્લોપ?
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 04:01 AM IST

સલમાન ખાનની ફિલ્મ દર વખતે ઈદ પર રિલીઝ થાય છે. સલમાન ખાનના ચાહકો તેમની ફિલ્મને મોટા હિટ બનાવી દે છે. લોકો સલમાનને મોટા પડદા પર જોવા માટે તલપાપડ થતાં હોય છે. પરંતુ આ વખતે સિકંદરનો સૂરજ તો જાણે કોઈ બીજી જ દિશામાંથી ઉગ્યો હોય તેમ લાગી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસ જેટલો સમય થઈ ગયો પણ જોઈએ એઠલો સારો પ્રતિસાદ ફિલ્મને નથી મળી રહ્યો. ચાલો જાણીએ કે 'સિકંદર'એ તેની રિલીઝના 10મા દિવસે એટલે કે બીજા મંગળવારે કેટલું કલેક્શન કર્યું છે?

'સિકંદર'એ 10મા દિવસે કેટલી કમાણી કરી?

જો ભારતમાં ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો 'સિકંદર'એ તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં 90.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પછી, છઠ્ઠા દિવસે 3.5 કરોડનું કલેક્શન થયું અને 7માં દિવસે ફિલ્મે 4 કરોડની કમાણી કરી.
8માં દિવસે 'સિકંદર'એ 4.75 કરોડ રૂપિયા અને 9માં દિવસે ફિલ્મે 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
હવે રિલીઝના 10મા દિવસે એટલે કે બીજા મંગળવારે ફિલ્મની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
Sacanilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'સિકંદર'એ તેની રિલીઝના 10માં દિવસે 1.35 કરોડનો બિઝનેસ કર્યો છે.
આ સાથે 10 દિવસમાં 'સિકંદર'ની કુલ કમાણી 105.60 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

સિકંદર ફ્લોપ?

સિકંદર'નું બોક્સ ઓફિસ પરફોર્મન્સ એકદમ નિરાશાજનક છે. આ ફિલ્મ તેની રિલીઝના 10 દિવસમાં જ ફ્લોપ થઈ ગઈ છે. અને માંડ માંડ થોડાક જ કરોડની કમાણી કરી શકી છે. 'સિકંદરની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે તેના માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાનની આ ઈદ પર રિલીઝના 10 દિવસ પછી પણ તેની 200 કરોડ રૂપિયાની કિંમત વસૂલવામાં સફળ રહી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now