Home Gujarat Shri Ganesh Of Cumin Seeds In Gondal Marketing Yard

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 'જીરું'ની આવકના શ્રી ગણેશ : પ્રથમ હરાજીમાં જોરદાર ભાવ મળતા ખેડૂતો મલકાયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 'જીરું'ની આવકના શ્રી ગણેશ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 11:50 AM IST

Cumin : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવકનો શુભ થયો છે. જીરૂની આવકના શ્રી ગણેશ પ્રસંગે પ્રથમ હરરાજી યોજાઈ હતી, જેમાં 20 કિલોગ્રામ જીરાનો ભાવ 46,551 રૂપિયા બોલાયો હતો, જેના પગલે ખેડૂતોને સારો ભાવ મળતા રાજીપો જોવા મળ્યો હતો.

ફુલહારથી સ્વાગત

આ પ્રસંગે જસદણ તાલુકાના ખેડૂત નવું જીરું લઈને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. જીરાની પ્રથમ આવક બદલ ખેડૂતોનું ફુલહાર કરી તથા મીઠાઈ ખવડાવી સન્માન કરવામાં આવ્યું હતું અને આવકનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

'આ વખતે 'જીરૂ'ના બજાર ભાવ સારા રહેશે'

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વખતે 'જીરૂ'ના બજાર ભાવ સારા રહેશે તેવી આશા છે. તેમણે ખેડૂતોને વિશ્વાસ આપ્યો હતો કે માર્કેટિંગ યાર્ડમાં પારદર્શક રીતે હરરાજી કરીને ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવામાં આવશે. જીરાની આવક શરૂ થતાં જ માર્કેટિંગ યાર્ડમાં ચહલપહલ જોવા મળી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now