Home Sports Shoaib Akhtar Calls Mohsin Naqvi Incompetent And Ignorant U Turn On Statement

Shoaib Akhtar ના Mohsin Naqvi પર ચાબખા! : અજ્ઞાની કહેતા વિવાદ વકર્યો, હવે પાકિસ્તાનની જેમ "Rawalpindi Express" એ લીધો યુ-ટર્ન

Shoaib Akhtar ના Mohsin Naqvi પર ચાબખા!
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 07:00 AM IST

Shoaib Akhtar : ભારત સામે પાકિસ્તાનની હાર બાદ શોએબ અખ્તરે PCB ના વડા મોહસીન નકવીને અયોગ્ય અને અજ્ઞાની વ્યક્તિ ગણાવ્યા હતા. અખ્તરે કહ્યું હતું કે, "નકવી, જેને ક્રિકેટ ખબર નથી, તે PCB નો ચેરમેન બની ગયો છે. તે બાબરને સુપરસ્ટાર કહે છે, છતાં તે આપણને એક પણ મેચ જીતાડી શક્યો નથી. દુનિયાનો સૌથી મોટો ગુનો એ છે કે, એક અયોગ્ય અને અજ્ઞાની વ્યક્તિને મોટું કામ આપવું." પરંતુ હવે અખ્તરે પોતાના નિવેદન પર યુ-ટર્ન લીધો છે.

શોએબ અખ્તરે નિવેદનમાં શું કહ્યું?

હકીકતમાં, તેમના નિવેદનથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો, જેના કારણે અખ્તરે પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું. અખ્તરે પાકિસ્તાની મીડિયા સમક્ષ જઈને કહ્યું કે, તેમણે આવું કંઈ કહ્યું નથી. તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચતા કહ્યું કે, તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. "મેં મોહસીન નકવી ભાઈ વિશે આવું કંઈ કહ્યું નથી. મેં તો ફક્ત એટલું જ કહ્યું હતું કે, તમારે મોહસીન નકવી ભાઈ વિશે કંઈ નકારાત્મક ન કહેવું જોઈએ; મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે."

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફેરફાર

બીજી બાજુ, ભારત સામેની હારથી પાકિસ્તાન ક્રિકેટ હચમચી ગયું છે. રિપોર્ટ્સ સૂચવે છે કે, બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાનને આગામી મેચમાંથી બહાર કરી શકાય છે. ફખર ઝમાન, ખ્વાજા નફી અને સલમાન મિર્ઝા તેમની જગ્યાએ લઈ શકે છે. પાકિસ્તાનની આગામી મેચ નામિબિયા સામે છે. જો પાકિસ્તાનને સુપર 8 માં પહોંચવું હોય તો નામિબિયા સામેની મેચ જીતવી પડશે.

ઈશાન કિશનની ઇનિંગ્સે આખી મેચ બદલી

ભારત તરફથી ઈશાન કિશને 40 બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 25 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 18 ઓવરમાં માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ટીમ તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા. શાહીન આફ્રિદીએ નોટઆઉટ 23 રનનું યોગદાન આપ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now