Shani Vakri 2026: વૈદિક જ્યોતિષ અનુસાર 27 જુલાઈ 2026ના રોજ રાત્રે 10:21 વાગ્યે શનિદેવ મીન રાશિમાં વક્રી (ઉલટી ચાલ) થશે. શનિ 11 ડિસેમ્બર 2026ના રોજ સવારે 3:51 વાગ્યા સુધી આ વક્રી અવસ્થામાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની વક્રી ચાલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે જોવા મળે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ખાસ કરીને મેષ, ધનુ અને મીન રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવાની જરૂર રહેશે.
મેષ રાશિ
શનિની વક્રી ચાલ દરમિયાન મેષ રાશિના લોકોને મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે છે. કાર્યસ્થળે કેટલીક યોજનાઓ અટકી શકે છે અથવા અપેક્ષા મુજબ પરિણામ ન મળે. નવા કામની શરૂઆતમાં અવરોધ આવી શકે છે. પરિવાર અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું થોડું મુશ્કેલ બની શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો.
ધન રાશિ
ધનુ રાશિના જાતકો માટે આ સમય ધીરજની કસોટી લઈ શકે છે. નોકરી અથવા વ્યવસાયમાં દબાણ વધી શકે છે. નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી રહેશે. આર્થિક બાબતોમાં વિચારપૂર્વક નિર્ણય લો અને કોઈ મોટું રોકાણ કરતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લો. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે વાણીમાં સંયમ રાખવો.
મીન રાશિ
શનિ મીન રાશિમાં જ વક્રી થઈ રહ્યો હોવાથી આ રાશિના જાતકો પર તેનો પ્રભાવ વધુ અનુભવાઈ શકે છે. માનસિક તણાવ, કામમાં વિલંબ અને જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. કોઈ નવી યોજના શરૂ કરતા પહેલાં સંપૂર્ણ આયોજન કરવું જરૂરી રહેશે. સંબંધોમાં ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું અને ધીરજથી દરેક પરિસ્થિતિનો સામનો કરવો.
શનિની વક્રી ચાલ દરમિયાન કરો આ ઉપાયો
શનિવારે વ્રત રાખીને શનિદેવની વિધિપૂર્વક પૂજા કરો.
શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો.
કાળા તલ અર્પણ કરો અને તેનું દાન કરો.
જરૂરિયાતમંદ લોકોને કાળા કપડાં, અડદની દાળ અથવા લોખંડની વસ્તુઓનું દાન કરો.
દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરો.
હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે.
શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરીને ચોમુખો દીવો પ્રગટાવો.





