Home Entertainment Shakira India Concert Tour April 2026 Schedule And Ticket Prices

ભારત પર ફરી છવાશે શકીરાનો જાદુ : 19 વર્ષ બાદ આ વિશ્વપ્રસિદ્ધ પોપ સ્ટારની રિ-એન્ટ્રી, મુંબઈ-દિલ્હીમાં યોજાશે ભવ્ય કોન્સર્ટ

ભારત પર ફરી છવાશે શકીરાનો જાદુ
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 09:52 AM IST

વિશ્વપ્રસિદ્ધ પોપ સ્ટાર અને 'વૉકા વૉકા' ગર્લ તરીકે જાણીતી શકીરાના ચાહકો માટે વર્ષ 2026ના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂરા 19 વર્ષ બાદ શકીરા ફરી એકવાર ભારતના પ્રવાસે આવી રહી છે. છેલ્લે વર્ષ 2007માં ભારતમાં પર્ફોર્મ કરનાર આ ગ્લોબલ સિંગરના લાઈવ શો માટે ભારતીય ચાહકોમાં વર્ષોથી ભારે ડિમાન્ડ હતી. ચાહકોના આ જબરદસ્ત પ્રતિસાદ અને ક્રેઝને ધ્યાનમાં રાખીને શકીરાએ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ 2026માં આયોજિત આ મ્યુઝિકલ ટૂર સંગીત પ્રેમીઓ માટે કોઈ મોટા ઉત્સવથી કમ નહીં હોય.

શરૂઆતમાં શકીરા માત્ર બે શહેરોમાં જ પર્ફોર્મ કરવાની હતી, પરંતુ ટિકિટના વેચાણ અને ચાહકોની માંગને જોતા હવે તેના શિડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈમાં પહેલા માત્ર એક જ શો યોજાવાનો હતો, પરંતુ હવે શકીરા મુંબઈમાં સતત બે દિવસ સુધી પોતાના અવાજ અને ડાન્સનો જાદુ વિખેરશે. આ જાહેરાત બાદ મુંબઈ અને આસપાસના શહેરોના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મુંબઈમાં બે અને દિલ્હીમાં એક શો: જાણો સંપૂર્ણ શિડ્યુલ

શકીરાના ભારત પ્રવાસને વર્ષ 2026ની સૌથી મોટી ઇન્ટરનેશનલ મ્યુઝિક ઇવેન્ટ માનવામાં આવી રહી છે. સુધારેલા શિડ્યુલ મુજબ હવે નીચે મુજબના કાર્યક્રમો યોજાશે:

  • 10 અને 11 એપ્રિલ, 2026: મુંબઈના પ્રતિષ્ઠિત મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે શકીરા લાઈવ પર્ફોર્મ કરશે.

  • 15 એપ્રિલ, 2026: દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ભવ્ય કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં હવે એકને બદલે બે શો થવાના હોવાથી હજારો વધુ ચાહકો લાઈવ સંગીતનો આનંદ માણી શકશે.

ગ્લોબલ હિટ્સથી ગુંજી ઉઠશે સ્ટેજ

ત્રણ દાયકાથી વધુની શાનદાર કારકિર્દી ધરાવતી ગ્રેમી એવોર્ડ વિજેતા શકીરાએ દુનિયાને અનેક આંતરરાષ્ટ્રીય હિટ ગીતો આપ્યા છે. તેના કોન્સર્ટમાં ‘Whenever, Wherever’, ‘Hips Don’t Lie’, ‘Waka Waka (This Time for Africa)’, ‘She Wolf’ અને ‘La Tortura’ જેવા સુપરહિટ ગીતો પર ભારતીય ચાહકો ઝૂમવા માટે તૈયાર છે. શકીરા માત્ર તેના અવાજ માટે જ નહીં, પણ તેના અદભૂત સ્ટેજ પર્ફોર્મન્સ અને બેલી ડાન્સ માટે પણ દુનિયાભરમાં જાણીતી છે.

ટિકિટના ભાવ: લક્ઝરીથી લઈને જનરલ સેક્શન સુધીના વિકલ્પો

જો તમે પણ શકીરાને લાઈવ સાંભળવા માંગો છો, તો ટિકિટ બુકિંગ અત્યારે લાઈવ છે. વિવિધ કેટેગરી મુજબ ટિકિટના ભાવ નીચે મુજબ રાખવામાં આવ્યા છે:

  • HSBC Starstruck Lounge Pass: રૂ.28,000 (સૌથી પ્રીમિયમ અનુભવ માટે)

  • Platinum Lounge Pass: રૂ.24,500

  • VIP Section: રૂ.14,500

  • General Section: રૂ. 6,000

    (નોંધ: આ કિંમતોમાં બુકિંગ ફી અને હોમ ડિલિવરી ચાર્જ અલગથી લાગુ થશે.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now