Home Entertainment Shahid Kapoor On All Boys Solo Trip With His 8 Year Old Son Sharing Pictures On Social Media

પપ્પા બન્યા પછી શાહિદ કપૂરે પહેલીવાર કર્યું આ કામ : સોશિયલ મીડિયા પર શેર કરી નાનકડી ઝલક, ફેન્સ થયા ઈમોશનલ

પપ્પા બન્યા પછી શાહિદ કપૂરે પહેલીવાર કર્યું આ કામ
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 06:44 AM IST

બોલીવુડ સુપરસ્ટાર શાહિદ કપૂર હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવા માટે જાણીતો છે. હાલમાં જ કામના વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લઈને શાહિદ તેના દીકરા ઝૈન સાથે એક ખાસ સફર પર નીકળ્યો છે. આ ટ્રિપ શાહિદ માટે એટલા માટે ખાસ છે કારણ કે, પપ્પા બન્યા પછી પહેલીવાર તે પત્ની મીરા કે દીકરી મીશા વગર માત્ર પોતાના દીકરા સાથે 'બોયઝ ઓન્લી' ટ્રિપ પર ગયો છે. શાહિદે આ પળોની એક અત્યંત સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સનું દિલ જીતી રહી છે.

પિતા-પુત્રની બોન્ડિંગ: ઝૈન સાથેની પહેલી સોલો ટ્રિપ

રવિવારે (25 જાન્યુઆરી) શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેના દીકરા ઝૈન કપૂર સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શાહિદ તેના દીકરાનો હાથ પકડીને ચાલતો જોવા મળે છે. આ ઈમોશનલ પોસ્ટ સાથે શાહિદે લખ્યું કે, "કેટલીક વસ્તુઓ એટલી ખાસ હોય છે કે, તેને શબ્દોમાં વર્ણવી શકાતી નથી... પિતા હોવું એ એક સૌભાગ્ય છે. અમારી પહેલી સોલો ઓલ-બોયઝ ટ્રિપ. આ પળો હંમેશા માટે મારી યાદોમાં વસી ગઈ છે."

Shahid Kapoor on solo boys trip with her son Zain.

ફેન્સ થયા ઈમોશનલ: સોશિયલ મીડિયા પર વરસ્યો પ્રેમ

શાહિદની આ પોસ્ટ જોતા જ ફેન્સ તેના પર કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. કોઈ ફેને તેને 'બેસ્ટ ફાધર' ગણાવ્યો તો કોઈએ આ પળને 'પ્રેશિયસ' (કિંમતી) કહી છે. શાહિદ જે રીતે પોતાના કામની સાથે પરિવાર અને બાળકોને સમય આપે છે તે જોઈને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

શાહિદ અને મીરાની લવ સ્ટોરી

શાહિદ કપૂરે 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. શાહિદને મીરા પહેલી જ મુલાકાતમાં ગમી ગઈ હતી, પરંતુ મીરાને હા પાડતા લગભગ ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આજે આ કપલ બે બાળકોના માતા-પિતા છે. તેમની દીકરી મીશાનો જન્મ 2016માં અને દીકરા ઝૈનનો જન્મ 2018માં થયો હતો. શાહિદે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે તેના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખીને એક સામાન્ય જીવન આપવા માંગે છે.

શાહિદ કપૂરની આગામી ફિલ્મ: 'ઓ રોમિયો'

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'ઓ રોમિયો' (O Romeo) ની રિલીઝ માટે તૈયાર છે. વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાહિદ સાથે તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત વિક્રાંત મેસી અને નાના પાટેકર જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now