Home Entertainment Shah Rukh Khan Moved To 2 Duplex Apartment On Lease With Family Amid Mannat Renovation Know Rent And Location

શરૂ થઈ ગયું મન્નતમાં રિનોવેશન : હાલ લાખોનું ભાડુ આપીને અહી રહીં રહ્યાં છે કિંગ ખાન

શરૂ થઈ ગયું મન્નતમાં રિનોવેશન
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2025, 05:25 AM IST

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો મન્નત આકર્ષણનું કેન્દ્ર છે. અને હવે તેમાં રિનોવેશનની શરૂઆત થઈગઈ છે. ખાન પરિવાર મન્નતમાં વધુ બે ફ્લોરને બાંધી રહ્યાં છે.એટલા માટે જ શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થયા છે. મુંબઈના ખારમાં પાલી હિલમાં 2 ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે.

શાહરૂખ ખાને મન્નતથી ત્રણ કિલોમીટર દૂર પાલી હિલ વિસ્તારમાં પૂજા કાસા બિલ્ડિંગમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. સુપરસ્ટારએ આ બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ 36 મહિના માટે ભાડે લીધા છે. પ્રથમ ડુપ્લેક્સ નિર્માતા જેકી ભગનાની અને તેની બહેન દીપશિખા દેશમુખની માલિકીનું છે, જ્યારે બીજું ડુપ્લેક્સ વાશુ ભગનાનીની માલિકીનું છે.

નવું ઘર ઘણું નાનું છે
કિંગ ખાનના નવા ઘરની લીઝ 1 એપ્રિલ, 2025થી શરૂ થશે. કિંગ ખાનનું નવું ભાડાનું મકાન તેમના વૈભવી બંગલા મન્નત કરતાં ઘણું નાનું છે. કિંગ ખાનનું આ નવું ઘર મન્નતનો અડધો ભાગ છે. મળતી માહિતી અનુસાર શાહરુખનો બંગલો 27 હજાર ચોરસ ફૂટમાં છે. તેમનું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ 10,500 ચોરસ ફૂટમાં છે.

કિંગ ખાન દર મહિને આટલું ભાડું ચૂકવશે
પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર, પહેલા ડુપ્લેક્સ માટે શાહરુખે દર મહિને 11.54 લાખ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. તેમને 32.97 લાખ રૂપિયાની ડિપોઝીટ
પણ ચૂકવવી પડશે. તે જ સમયે, બીજા ડુપ્લેક્સનું ભાડું 12.61 લાખ રૂપિયા છે અને આ માટે સુપરસ્ટાર અને તેના પરિવારે 36 લાખ રૂપિયાની ડિપોઝીટ ચૂકવવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now