Home International Seventh Day School Western Division Team Reaches Ahmedabad Deo Office

''અમે તે ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી'' : સેવન્થ ડે સ્કૂલના વેસ્ટર્ન વિભાગની ટીમ અમદાવાદ DEO ઓફિસ પહોંચી, DEOએ શું કહ્યું?

''અમે તે ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 12:51 PM IST

અમદાવમાં એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા કેસમાં વિવાદમાં ઘેરાયેલી સેવન્થ ડે સ્કૂલને લઇ મહત્વની અપડેટ સામે આવી છે. પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ ખાતે આવી છે. અત્રે જણાવીએ કે, પુણે સ્થિત ગુજરાત અને મહારાષ્ટ્ર મેનેજમેન્ટની હેડ ઓફિસથી ટીમ અમદાવાદ DEO કચેરી ખાતે પહોંચી.


ત્રણ સભ્યોની ટીમ DEO ઓફિસ પહોંચી?

સ્કૂલના વેસ્ટર્ન વિભાગના ડાયરેક્ટર સહિત ત્રણ સભ્યોની ટીમ DEO ઓફિસ પહોંચી હતી. અત્રે જણાવીએ કે, DEOએ શાળા તંત્રને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો કે, શાળાની NOC રદ કેમ ન કરવી જોઈએ તેમજ DEOએ આપેલી નોટીસનો યોગ્ય જવાબ રજૂ ન કરતાં DEO એ સંચાલકને નોટીસ પાઠવી હતી.


''અમે તે ખુલાસો ગાહ્ય રાખ્યો ન હતો''

DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, ''સેવન્થ ડે સ્કૂલના વેસ્ટર્ન વિભાગના મેનેજમેન્ટના ત્રણ પ્રતિનીધિઓ અમારી કચેરીએ ખુલાસો રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં, આપણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે બાબતનો ખુલાસોમાં કંઈ હતું નહી જેના પગલે અમે તે ખુલાસો ગાહ્ય રાખ્યો ન હતો. જે લોકો પુના જઈ તેમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને મેઈલ મારફતે ખુલાસો કરશે તવું પણ તેમણે જણાવ્યું હતુ. વેસ્ટર્ન વિભાગના પ્રતિનીધિઓને સમગ્ર બાબતની જાણ ન હોવાનું પણ અમને જાણવા મળ્યું હતું. જે લોકો અહીંથી ક્રાઇમ બ્રાન્ચે ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. અમે અમને ચોખ્ખુ કહ્યું છે કે, ગંભીર બેદરકારી સ્કૂલની અમારા રિપોર્ટમાં પણ આવી છે.


''લેટરપેડ ઉપર જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે''

DEOએ જણાવ્યું કે, ''વેસ્ટર્ન ટીમ ઘટનાથી પુરેપુરી વાકેફ હતી નહીં, શાળાની ઘોર બેદરકારી હોઈ શાળાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે DEO કચેરી બાદ સેવન્થ ડે વેસ્ટર્ન મેનેજમેન્ટની ટીમ ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી હતી. જવાબદાર સામે કાર્યવાહી કર્યા બાદ તેમના લેટરપેડ ઉપર જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now