Home Gujarat Serious Road Accident In Tharad Two Dead

થરાદમાં ગંભીર માર્ગ અકસ્માત, બેનાં મોત : દારૂ ભરેલી ગાડી બાવળ સાથે અથડાઈ, ગાડીનું પડીકું વળી ગયું

થરાદમાં ગંભીર માર્ગ અકસ્માત, બેનાં મોત
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 06:18 AM IST

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. થરાદના પિલુડા અને કરબૂણ ગામ વચ્ચે આવેલી સીમમાં પૂરઝડપે દોડતી એક ક્રેટા કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રોડ પરથી નીચે ઊતરી ગઈ અને પલટી ખાતી સીધી રોડ સાઈડ પર આવેલા બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

થરાદમાં અકસ્માત

અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને વાહન સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું. ગાડીનું પડીકું વળી ગયું હતું અને અંદર બેઠેલા લોકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગાડીની હાલત અત્યંત ખરાબ હોવાથી મૃતદેહોને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ગાડીમાં દારૂ ભરેલો હોવાનો અનુમાન

અકસ્માત બાદ સ્થળ પર દારૂની બોટલો વેરાયેલી હાલતમાં જોવા મળી હતી, જેના કારણે ગાડીમાં દારૂ ભરેલો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. પિલુડા-કરબૂણ રોડ પર બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારે બનેલી આ કરુણ ઘટનાએ સ્થાનિકોમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now