Home Gujarat Serious Accident Near Dhuvav On Jamnagar Rajkot Highway

જામનગર–રાજકોટ હાઈવે પર ધુવાવ નજીક ગંભીર અકસ્માત : એક યુવકનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત

જામનગર–રાજકોટ હાઈવે પર ધુવાવ નજીક ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 06:38 AM IST

Jamnagar Accident : જામનગર–રાજકોટ હાઈવે પર ધુવાવ નજીક બાઈક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક જામનગરની સરકારી જી જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જામનગર–રાજકોટ અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક અને કાર વચ્ચે અચાનક ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી.

કસ્માત અંગે વધુ તપાસ હાથધરાઈ

ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી જી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી. પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now