Home Health-lifestyle Saudi Arabia Crown Prince Mohammed Bin Salman Royal Lifestyle

સાઉદીના ક્રાઉન પ્રિન્સનો અલગ જ ઠાઠ : જીવી રહ્યાં છે સખતવાળી લક્ઝરી લાઈફ

સાઉદીના ક્રાઉન પ્રિન્સનો અલગ જ ઠાઠ
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 07:12 AM IST

સાઉદી અરબ તેના તેલ ઉત્પાદન માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. જો કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તેમની રાજકીય નીતિઓ માટે જ નહીં પણ તેમના શાહી ઠાઠ માટે પણ ચર્ચામાં રહેતા હોય છે. શાહી મહેલો, કિંમતી જહાજ, મોંઘીદાટ કાર્સ અને વૈભવી જીવનશૈલી માટે પ્રખ્યાત MBSની સંપત્તિ અબજો ડોલરમાં હોવાનો અંદાજ છે.

સાઉદી અરબના શાહી પરિવારને વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંનો એક ગણવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પરિવારની કુલ સંપત્તિ 737.60 ટ્રિલિયન એટલે 95 અબજ ડોલરથી વધુ હોવાનું કહેવાય છે. તે જ સમયે, કેટલાક અહેવાલો દાવો કરે છે કે બિન સલમાન એકલા 1.39 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે.

મોઘાદાટ જહાજો અને મોંઘા મહેલ

સાઉદીના રાજવી પરિવારની ભવ્યતા ત્યારે જોવા મળી જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2015માં રિયાધમાં તેમના એર્ગા પેલેસની મુલાકાત લીધી હતી. તેઓ સોનાના ટીશ્યૂ બોક્સ અને ખુરશીઓ સાથે પણ જોવા મળ્યા હતા.

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાસે એક લક્ઝરી યાટ છે જેની કિંમત લગભગ 3127 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 439 ફૂટ લાંબા આ જહાજમાં બે હેલિપેડ, એક સબમરીન, નાઇટ ક્લબ, મૂવી થિયેટર અને જિમ જેવી સુવિધાઓ છે. એટલું જ નહીં, 2017માં વૈશ્વનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું હતું, જેની કિંમત 300 મિલિયન ડોલર હતી.
આ ઘર ફ્રાન્સમાં આવેલું છે અને તેને 'ચેટો લુઇસ XIV' નામથી ઓળખાય છે.

લિયોનાર્ડો દા વિન્સીની સૌથી મોંઘી પેઈન્ટિંગ

સલમાન એક કલા પ્રેમી છે. 2017 માં 34.91 અબજ રૂપિયા એટલે $450 મિલિયનમાં લિયોનાર્ડો દા વિન્સીની પેઇન્ટિંગ સાલ્વાટોર મુંડી ખરીદ્યું હતું. આ પેઇન્ટિંગને વિશ્વની સૌથી મોંઘી કલાકૃતિઓમાંની એક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ પેઇન્ટિંગ અબુ ધાબીના એક સંગ્રહાલયમાં રાખવાની હતી, પરંતુ તે હજુ સુધી જાહેરમાં કરવામાં આવી નથી.

કાર અને વિમાનોનો પાછો અલગ શોખ

સાઉદી ક્રાઉન પ્રિન્સ પાસે વિશ્વભરની મોંઘી અને વૈભવી કારોનો જોરદાર સંગ્રહ છે. અહેવાલો અનુસાર, બુગાટી, રોલ્સ-રોયસ, ફેરારી, લામ્બોરગીની અને બેન્ટલી જેવી સુપર લક્ઝરી કાર તેમના ગેરેજમાં એમનેમ પડેલી જોવા મળે છે. જેવી રીતે ભારતમાં સામાન્ય વ્યક્તિના ઘરની બહાર કોઈ સામાન્ય હેચબેક કાર. આ ઉપરાંત, તેમની પાસે ઘણા પ્રાઈવેટ પ્લેન્સ અને હેલિકોપ્ટર પણ છે.

તેલથી અલગ અર્થતંત્રને મજબૂત કરવાની યોજના
સાઉદી અરબિના અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ તેલ હોવા છતાં, ક્રાઉન પ્રિન્સ MBS દેશની નિર્ભરતાને તેલમાંથી અન્ય ક્ષેત્રોમાં રોકાણ તરફ ખસેડવા તરફ કામ કરી રહ્યા છે. તેઓ વિઝન 2030 હેઠળ સાઉદી અરબને ટેકનોલોજી, પ્રવાસન અને મનોરંજનનું કેન્દ્ર બનાવવાનો ટાર્ગેટ છે. આ માટે તેઓ 'નિયોમ સિટી' પ્રોજેક્ટ સહિત ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now