Sara Arjun: ઉજ્જૈન, 11 એપ્રિલ 2026 'Dhurandhar2' ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા પછી અભિનેત્રી સારા અર્જુન ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચી ગઈ છે. તેમણે મહાકાલેશ્વર મંદિરમાં પ્રસિદ્ધ ભસ્મ આરતીમાં ભાગ લીધો અને ભાવુક બની ગયાં.
સારા અર્જુને કહ્યું
મંદિરમાં આરતી પછી પોતાના અનુભવ વિશે વાત કરતાં સારા અર્જુને કહ્યું,
“મારી પાસે શબ્દો નથી, મને અહીં આવવા માટે બોલાવવામાં આવી હતી અને હું અહીં આવી. આનાથી સારી લાગણી આ દુનિયામાં કોઈ હોઈ જ શકે નહીં. હું ખૂબ ખુશ છું અને મને અહીં ખૂબ મજા આવી રહી છે.”
ફિલ્મ 'Dhurandhar 2' માં તેમના અભિનયને દર્શકો તરફથી ભારે પ્રેમ અને પ્રશંસા મળી છે. ફિલ્મે ભારતમાં ₹1,052.26 કરોડ અને વિશ્વભરમાં ₹1,653 કરોડનું કલેક્શન કરીને નવા રેકોર્ડ સર્જ્યા છે.
'Dhurandhar2' માં સારા અર્જુનની ભૂમિકા
આ પણ વાંચો: 'Dacoit'ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ : આદિવી સેશ અને મૃણાલ ઠાકુરની મજબૂત એન્ટ્રી, જાણો કેટલી કરી કમાણી
સારા અર્જુને આ ફિલ્મમાં રણવીર સિંહની પત્ની હમઝા (યલીના જમાલી)ની મુખ્ય ભૂમિકા ભજવી છે. આ તેમની મુખ્ય અભિનેત્રી તરીકેની બીજી મોટી ફિલ્મ છે. ફિલ્મમાં અન્ય મહત્વના કલાકારોમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન અને રાકેશ બેદીનો સમાવેશ થાય છે.
ભસ્મ આરતી દરમિયાન અને ત્યારબાદ મંદિરના વાતાવરણમાં સારા અર્જુન ખૂબ જ ભાવુક અને આનંદિત જોવા મળ્યાં હતાં. તેમણે આ અનુભવને પોતાના જીવનની સૌથી સુંદર અને અવિસ્મરણીય ક્ષણ તરીકે વર્ણવ્યો છે.





