Home Gujarat Saputara Border National Highway Damaged Heavy Rain St Bus Service Halted

સાપુતારા બોર્ડર પર ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોવાયો : ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે આંતરરાજ્ય S.T. બસ સેવા ઠપ્પ

Dang HeavyRains
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2026, 11:43 AM IST

Dang HeavyRains: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સાપુતારા-નાસિકને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મહારાષ્ટ્ર આરટીઓ (RTO) ચેકપોસ્ટ નજીક માર્ગનું મોટા પાયે ધોવાણ થતાં આંતરરાજ્ય વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

અમરેલી: ધારીના ફતેગઢ ગામે મોડી રાત્રે દીપડો દેખાતા ભારે ફફડાટ : બસસ્ટેન્ડનો વીડિયો વાયરલ

ડાયવર્ઝનની માટી ધોવાતાં વાહનો ફસાયા

મળતી માહિતી મુજબ, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાલ મરામત અને પહોળા કરવાની કામગીરી ચાલી રહી હતી, જેના માટે કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ઉપરવાસમાં થયેલા મુસળધાર વરસાદના કારણે પાણીના તીવ્ર પ્રવાહમાં ડાયવર્ઝનની માટી અને કાંકરી તણાઈ ગઈ હતી. પરિણામે રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા અને અનેક વાહનો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તથા મુસાફરોની સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ગત રાત્રિથી જ આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

મુસાફરો માટે સ્થિતિ અને વૈકલ્પિક વ્યવસ્થા

આ ઘટનાના કારણે બંને રાજ્યો વચ્ચેનો સંપર્ક પ્રભાવિત થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી ગુજરાત એસ.ટી. અને મહારાષ્ટ્ર એસ.ટી.ની આંતરરાજ્ય બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર જ રોકી દેવામાં આવી છે. રસ્તો બંધ થવાના કારણે નોકરીયાતો, વેપારીઓ અને પ્રવાસીઓ સહિત બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના અને ખાનગી વાહનોને સુરક્ષાના ભાગરૂપે અન્ય વૈકલ્પિક ગ્રામીણ માર્ગો તરફ વાળવામાં આવ્યા છે.

અમરેલી: લીલીયાના દાડમાં કોઝવે પર પાણીના પ્રવાહમાં બાઈક સવાર તણાયો : સ્થાનિકોના દિલધડક રેસ્ક્યુથી જીવ બચ્યો

તંત્રની અપીલ

માર્ગ મકાન વિભાગ દ્વારા ધોવાઈ ગયેલા રસ્તાની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રસ્તાનું યોગ્ય મરામત કામ પૂર્ણ થયા બાદ અને સુરક્ષાની ખાતરી થયા પછી જ વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી મુસાફરોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અથવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now