Home Entertainment Sanskari Elvish Yadav Targeted By Trolls Host Of Porn Show Engaged 2 Fans System Hangs After Seeing Boldness Laughter Chef

‘સંસ્કારી’ એલ્વિશ યાદવ ટ્રોલ્સના નિશાન પર : આ અશ્લીલ શોના બન્યા હોસ્ટ, બોલ્ડનેસ જોઈ ફેન્સનું ‘સિસ્ટમ’ થયું હેંગ

‘સંસ્કારી’ એલ્વિશ યાદવ ટ્રોલ્સના નિશાન પર
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 06:27 AM IST

સોશિયલ મીડિયા સ્ટાર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે. પોતાની ફેન ફોલોઈંગ અને સ્ટારડમથી અવારનવાર ‘સિસ્ટમ’ હેંગ કરનારા એલ્વિશ આ વખતે કોઈ લડાઈ કે કાયદાકીય મામલાને કારણે નહીં, પરંતુ પોતાના નવા શોને કારણે ચર્ચામાં છે. એલ્વિશ યાદવ હાલમાં ડેટિંગ રિયાલિટી શો ‘એન્ગેજ્ડ 2’ (Engaged 2) હોસ્ટ કરી રહ્યા છે, પરંતુ આ શોની બોલ્ડનેસ અને વલ્ગર કન્ટેન્ટ જોઈને તેમના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે. જે એલ્વિશ બિગ બોસના ઘરમાં પોતાની ‘સંસ્કારી’ અને પરંપરાગત છબી માટે જાણીતા હતા, તેમને આવા અશ્લીલ શોમાં હોસ્ટ તરીકે જોઈને ઈન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ શરૂ થયું છે.

શોમાં વલ્ગર ટાસ્ક અને મર્યાદા વગરનો રોમાંસ

‘એન્ગેજ્ડ 2’ એક એવો શો છે જ્યાં દરેક એપિસોડમાં શરમની હદ વટાવવામાં આવી રહી છે. કન્ટેસ્ટન્ટ્સ વચ્ચેના અશ્લીલ ટાસ્ક અને ઓનસ્ક્રીન રોમાંસને કારણે આ શો અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ વિવાદાસ્પદ બની ગયો છે. એલ્વિશ યાદવ ક્યારેક શરમાતા તો ક્યારેક નવાઈ પામતા આ શોનું સંચાલન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા શોમાં હોસ્ટ તરીકે જોડાઈને એલ્વિશ માત્ર પૈસા અને ટીઆરપી પાછળ ભાગી રહ્યા છે, જેના કારણે તેમની વર્ષોની છબી ખરડાઈ રહી છે.

ક્યાં ગયા બિગ બોસવાળા ‘સંસ્કારી’ એલ્વિશ?

યૂઝર્સ એલ્વિશના જૂના દિવસો યાદ કરી રહ્યા છે. બિગ બોસ OTT 2 દરમિયાન, એલ્વિશ યાદવે પોતાની સંસ્કારી છબી રજૂ કરી હતી. જ્યારે તેમની મિત્ર આશિકા ભાટિયા ટૂંકા કપડાં પહેરતી, ત્યારે એલ્વિશ તેમને શરીર ઢાંકવાની સલાહ આપતા અને તેમને સૂટમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. તેમની આ વિચારધારાએ ઘણી યુવતીઓના દિલ જીતી લીધા હતા. પરંતુ આજે તે જ એલ્વિશ સુપર બોલ્ડ અને અશ્લીલતાથી ભરપૂર શોને હોસ્ટ કરી રહ્યા છે, જે જોઈને લોકો પૂછી રહ્યા છે કે - "શું આ જ તમારા સંસ્કાર છે?"

અંગત જીવનમાં મર્યાદા અને પ્રોફેશનલ લાઈફમાં વલ્ગારિટી?

એલ્વિશ યાદવ હંમેશા પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ ખાનગી રાખે છે. તેમણે ઘણીવાર કહ્યું છે કે તેમની લાઈફમાં એક છોકરી છે, પરંતુ તેને ક્યારેય દુનિયા સામે લાવ્યા નથી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તે લગ્ન પછી જ પત્નીના સેંથામાં સિંદૂર ભરીને તેની તસવીર શેર કરશે. જે વ્યક્તિ પ્રેમ અને સ્ત્રીના સન્માન માટે આવા વિચારો રાખતી હોય, તે સરેઆમ અશ્લીલતા પીરસતા શોનો હિસ્સો કેવી રીતે બની શકે? આ સવાલ તેમના ફેન્સને સતત સતાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાન પર એલ્વિશ

એલ્વિશ યાદવની બદલાયેલી છબીને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. એક તરફ 'લાફ્ટર શેફ' જેવા શોમાં તેમની રમૂજી અને હળવી શૈલીને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ‘એન્ગેજ્ડ 2’ જેવા બોલ્ડ શોને કારણે તેઓ ટ્રોલ્સના નિશાન પર આવ્યા છે. નેટિઝન્સ કમેન્ટ્સ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે, ગ્લેમર વર્લ્ડના ચળકાટમાં આવીને એલ્વિશ ભાઈ સાવ બદલાઈ ગયા છે. ઘણા ચાહકો તો સવાલ કરી રહ્યા છે કે, "એવી તે કેવી મજબૂરી હતી કે તમારે આવા ચીપ શોને હોસ્ટ કરવો પડ્યો?" લોકોમાં એ વાતને લઈને પણ ભારે નારાજગી છે કે એલ્વિશની કથની અને કરણીમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ શોને તાત્કાલિક બંધ કરવાની અને OTT પ્લેટફોર્મ પર પણ કડક સેન્સરશિપ લાગુ કરવાની માંગ તેજ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now