Home Gujarat Sanand 12 People Caught Enjoying A Liquor Party

સાણંદમાં દારૂની મહેફિલ માણતા 12 નબીરા ઝડપાયા : પોલીસે 1 લાખ 61 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાણંદમાં દારૂની મહેફિલ માણતા 12 નબીરા ઝડપાયા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 10:06 AM IST

અમદાવાદના સાણંદમાં થતી દારૂ પાર્ટીઓને લઈ પોલીસ એક્શનમાં આવી છે. સાણંદ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વિકેન્ડ વિલા, ફાર્મ હાઉસ તેમજ ક્લબ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર પોલીસ વોચ રાખી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે સાણંદ ગામની સીમ ક્લહાર બ્લ્યુ એન્ડ ગ્રીનનાં વીલા નંબર 358માં કેટલાક ઇસમો દારૂની મહેફીલ માણતા દબોચ્યા છે.


12 ઇસમો ઝડપાયા

પોલીસે દારૂની મહેફીલ માણતા કુલ 12 ઇસમોને દબોચ્યા છે. સાથો સાથ વિદેશી દારૂની કંપનીની શીલબંધ કાચની બોટલ તથા મોબાઇલ ફોન નંગ 11 કિંમત રૂ. 1,60,000 મળી કુલ રૂપિયા 1,61,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પકડાયેલ આરોપીઓ

(1) જીમીત જયેશભાઇ શેઠ, સરગાસણ, ગાંધીનગર

(2) હર્ષ જયેશભાઇ શેઠ, સરગાસણ, ગાંધીનગર

(3) ભાવેશ રામનરેશ કથીરીયા, રામોલ, અમદાવાદ શહેર

(4) પ્રતિક સુરેશ, નાશીક

(5) કુશલ કિરિટભાઇ પ્રજાપતી, ઓઢવ ગામ, અમદાવાદ

(6) દિપ ચંદ્રકાંતભાઇ, નવાવાડજ, અમદાવાદ શહેર

(7) રાજન ગોપાલભાઇ સોની, નવી મુંબઇ, મહારાષ્ટ્ર

(8) રોનીત રાજેશભાઇ પંચાલ, ન્યુ રાણીપ, અમદાવાદ

(9) નોમાન મુખ્તાર, સરખેજ

(10) જય પિયુષભાઇ વ્યાસ, સરગાસણ, ગાંધીનગર

(11) મહાવિરસિંહ વિક્રમસિંહ સોલંકી, ઓઢવ, અમદાવાદ

(12) યશ ઘનશ્યામભાઈ, બાપુનગર, અમદાવાદ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now