સેમસંગે તેની અનપેક્ડ ઈવેન્ટમાં અનેક પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ Galaxy S25 સિરીઝ પણ સામેલ છે. સેમસંગ તેની Galaxy S25 સિરીઝનું ઉત્પાદન નોઈડા પ્લાન્ટમાં કરશે. કંપનીના CEO જેબી પાર્કે સેન જોસમાં એક લોન્ચ ઈવેન્ટમાં તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S25 લૉન્ચ કર્યો છે. Galaxy S25 શ્રેણીમાં Galaxy S25 Ultra, Galaxy S25+ અને Galaxy S25નો સમાવેશ થાય છે.
આ ફીચર્સ મળશે જોવા
Galaxy S25 સીરિઝમાં ફ્રન્ટ કેમેરા સિસ્ટમ AIથી ઓપરેટ થશે. અને રિચાર્જેબલ કોબાલ્ટથી બનેલી બેટરી જેવી અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે. સેમસંગે કહ્યું છે કે Galaxy S25 સિરીઝની કિંમત $800થી શરૂ થશે. આનાથી ભારતીય બજારમાં સેમસંગને મજબૂત બનવામાં મદદ મળશે. દક્ષિણ કોરિયાની બહાર આ કંપનીનું સૌથી મોટું બજાર છે.
iPhone સાથે સ્પર્ધાની તૈયારી
સેમસંગને ભારતીય બજારમાં $800થી વધુ કિંમતના સુપર પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તેની પોઝિશન મજબૂત કરવામાં પણ મદદ કરશે. કંપની આ સેગમેન્ટમાં એપલને ટક્કર આપવાનું વિચારી રહી છે. Galaxy S25 વિષયે, પાર્કે કહ્યું કે અમે ભારતમાં અમારા નોઈડા પ્લાન્ટમાં નવી Galaxy S25 સિરીઝનું ઉત્પાદન કરીશું.
ભારતીય બજારમાં ભાવ શું છે?
Galaxy S25ની કિંમત 12 GB રેમ અને 250 GB સ્ટોરેજ માટે 80,999 રૂપિયાથી શરૂઆત થાય છે. જ્યારે Galaxy S25 Ultra માટે 1.65 લાખ રૂપિયા સુધી જાય છે. S25+ 256 GB અને 512 GB સ્ટોરેજ માટે 99,999 રૂપિયા અને 1,11,999 રૂપિયા છે.




















