Home Tech/Gadgets Samsung Galaxy S26 May Have 324mp Main Camera With Under Display Camera For Selfie

હજુ તો S25 આવ્યો અને ચાલું થઈ ગઈ S26ની અટકળો : જાણો S26માં શું મળી શકે છે ખાસ?

હજુ તો S25 આવ્યો અને ચાલું થઈ ગઈ S26ની અટકળો
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2025, 12:17 PM IST

અત્યારના સમયમાં મોબાઈલ ફોન પર કેમેરામાં ખાસ ફોકસ કરવામાં આવે છે સાથે સ્માર્ટફોન કંપનીઓ પણ પરફોર્મન્સ અને AI સુવિધાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી જ સેમસંગ જેવી કંપનીઓ તેમના ડિવાઈસ પર 200 MP કેમેરા ઓફર કરી રહી છે. હવે સેમસંગ તેના નવા ફ્લેગશિપ ડિવાઇસ સાથે કેમેરાની દ્રષ્ટિએ લાંબી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. એવી અટકળો છે કે કંપની GALAXY S26 ULTRAમાં 324 એમપી મુખ્ય કેમેરા સેન્સર ઓફર કરી શકે છે.

SAMSUNG GALAXY S26ના સ્પેસિફિકેશન્સ લીક
ગેલેક્સી એસ 25 સિરીઝનું લોન્ચિંગના લાંબો સમય થયો નથી. અને ગેલેક્સી એસ 26 સંબંધિત સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે. તાજેતરના એક અહેવાલ સૂચવે છે કે કંપની ગેલેક્સી એસ 26 સિરીઝમાં પતલા બેઝલ ઓફર કરી શકે છે. ગેલેક્સી એસ 25માં 1.52 MM બેઝલ મળે છે, પરંતુ તે આગામી સિરીઝમાં વધુ પતલા હોઈ શકે છે.

324MPનો કેમેરો
ગેલેક્સી S26 અલ્ટ્રા કેમેરાની દ્રષ્ટિએ મોટો સુધારો જોઈ શકાય છે. આ ફોનમાં 324MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ગેલેક્સી એસ 25 અલ્ટ્રા પર મળેલા 200 એમપી કેમેરામાં આ એક મોટું અપગ્રેડ હતુ. વધુમાં, S26 અલ્ટ્રામાં સેલ્ફી માટે અંડર-ડિસ્પ્લે કેમેરા હોઈ શકે છે. આ ટેકનિક પર હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને જો તે સફળ થાય છે, તો આ ફોનને પંચ-હોલ કટઆઉટ વિના ફુલ-સ્ક્રીન ડિઝાઇન આપી શકાય છે.

Exynos પ્રોસેસર પાછું આવી શકે છે.
SAMSUNG GALAXY S25 સિરીઝમાં નવીનતમ ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલિટ SOC દ્વારા સંચાલિત થવાની ધારણા છે, જ્યારે ગેલેક્સી એસ 26 સિરીઝમાં એક્ઝીનોસ SOC હશે. સેમસંગ આ સિરીઝ માટે Exynos 2600 પર કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે. તે 12 ટકા વધુ સારું પરફોર્મન્સ અને 25 ટકા વધુ બેટરી ક્ષમતા પ્રદાન કરે છે. SAMSUNG GALAXY S26 સિરીઝ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now