Home Tech/Gadgets Samsung Galaxy S25 Ultra And S25 Plus Smartphones Charging Issue Company Suggested How To Fix Software Update

સેમસંગના મોઘાદાટ ફોન્સની બેટરીમાં તકલીફ? : શું કહી રહી છે કંપની?

સેમસંગના મોઘાદાટ ફોન્સની બેટરીમાં તકલીફ?
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 05:03 AM IST

સેમસંગે તાજેતરમાં જ S25 સિરીઝના બે નવા ફ્લેગશિપ ફોન લોન્ચ કર્યા છે. આ નવા સ્માર્ટફોનમાં ઘણી AI સંબંધિત સુવિધાઓ જોવા મળે છે. જો કે, રિલીઝ થયેલા ફ્લેગશિપ ડિવાઈસિસ ગેલેક્સી S25 ULTRA અને ગેલેક્સી S25+ને ચાર્જિંગ અંગે ઘણી સમસ્યાઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેમસંગ ઇટાલીએ પણ આ સમસ્યાઓને સ્વીકારી છે અને કહ્યું છે કે તે ફક્ત ગેલેક્સી S25 ULTRA અને S25+ મોડેલ પર ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગની સમસ્યા છે. કંપનીએ સોફ્ટવેર અપડેટમાં તેને સોલ્વ કરવાની વાત કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેમસંગ ગેલેક્સી S25 ULTRA અને ગેલેક્સી S25+ના કેટલાક યુઝર્સે ઈન્ટરમિટન્ટ ચાર્જિંગ અથવા સ્લો ચાર્જિંગની ફરિયાદ કરી છે. જો કે, સેમસંગ આ સમસ્યાને ઠીક કરવા માટે સોફ્ટવેર અપડેટ પર કામ કરી રહ્યું છે. કંપની 5A Type-C કેબલને બદલે ફોન સાથે આવતી 3A USB Type-C કેબલનો ઉપયોગ કરવાની વાત કરી છે.

જાણો કેવી રીતે સોલ્વ કરવું

જો તમને કોઈ તકલીફ પડતી હોય તો ફાસ્ટ ચાર્જિંગને બંધ કરવાથી અપડેટ આવે ત્યાં સુધી ચાર્જિંગને સ્ટેબલ કરી શકો છો.

બેટરીને કેવી રીતે બનાવી શકો છો વધુ સારી

જ્યારે સ્માર્ટફોન કંપનીઓ 100W અથવા 120Wની સુપરફાસ્ટ ચાર્જિંગ સ્પીડ ઓફર કરી રહી છે, ત્યારે સેમસંગની 45W ફાસ્ટ ચાર્જિંગ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી. આવી સ્થિતિમાં, આપણે સમજવું જોઈએ કે આવા ફાસ્ટ ચાર્જિંગ લાંબા ગાળે બેટરી લાઈફને ઘટાડે છે. એટલા માટે સેમસંગ અને એપલ જેવી કંપનીઓના ફોન તેમના બેટરીલાઈફ માટે જાણીતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now