Home Tech/Gadgets Samsung Galaxy S25 5g Price In Dubai Compared To India

દુંબઈમાં સસ્તો મળી રહ્યો છે SAMSUNGનો આ ફ્લેગશિપ ફોન : બચેલા રૂપિયાથી દુબઈની ટ્રીપ પણ થઈ જશે

દુંબઈમાં સસ્તો મળી રહ્યો છે SAMSUNGનો આ ફ્લેગશિપ ફોન
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 06:15 AM IST

msungએ તેની ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Galaxy S25 લોન્ચ કરી દિધી છે. આ સિરીઝમાં Galaxy S25, Galaxy S25+ અને Galaxy S25 Ultraનો સમાવેશ થાય છે. જો તમે આ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેને ભારતને બદલે દુબઈથી ખરીદવું વધુ ફાયદાકારક થઈ શકે છે. આમ કરવાથી તમે માત્ર પૈસાની બચત જ નહીં પણ દુબઈની ટ્રીપ પર માણી શક્શો.



ભારતમાં Samsung Galaxy S25 Ultraની શરૂઆતી કિંમત 1,29,999 રૂપિયા છે, જ્યારે તેના
ટોપ મોડલની કિંમત 1,65,999 રૂપિયા સુધી જાય છે. તે જ સમયે, આ જ સ્માર્ટફોન દુબઈમાં 5,599 AED (અંદાજે ₹1,30,999)માં ઉપલબ્ધ છે. તમે ટોપ મોડલ પર લગભગ ₹35,000નો સીધો લાભ મેળવી શકો છો.


દુબઈની રાઉન્ડ ટ્રીપની કિંમત ₹18,000 થી ₹20,000ની વચ્ચે છે. ફોનની કિંમત ઓછી હોવાને કારણે, તમે દુબઈમાં હોટલ, ફૂડ અને સાઈટ સીંગમાં રૂપિયા વાપરી શકો છો. આ રીતે, તમે Samsung Galaxy S25 Ultra ખરીદવાની સાથે દુબઈની મજા માણી શકો છો.


કસ્ટમ્સ અને ટેક્સથી બચવા માટે ફોનને બોક્સમાંથી બહાર કાઢો. ઓરિજિનલ બિલ અને ટેક્સ ક્લિયરન્સ પેપર્સ તમારી સાથે રાખો.



દુબઈથી ખરીદેલો ફોન ઈન્ટરનેશનલ અનલોક મોડલ હોવો જોઈએ, જેથી ભારતમાં તેનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now