Home Sports Sameer Rizvi Men U23 State A Trophy Sameer Rizvi Double Century

5 દિવસમાં 2 બેવડી સદી! : આ 21 વર્ષીય ભારતીય ખેલાડીની વિસ્ફોટક બેટિંગ! 5 દિવસમાં 2 બેવડી સદી ફટકારી ઈતિહાસ રચ્યો

5 દિવસમાં 2 બેવડી સદી!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 12:23 PM IST

Sameer Rizvi Creates History: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો મહાજંગ ચાલી રહી છે. આ દરમિયાન એક 21 વર્ષના એક ભારતીય બેટ્સમેને મેન્સ અંડર 23 સ્ટેટ એ ટ્રોફીમાં રનોના વરસાદ કર્યો છે. આ યુવાએ માત્ર 5 દિવસમાં બે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ બેટ્સમેન બીજો કોઈ નહીં, પરંતુ આઈપીએલ 2025 માટે દિલ્હી કેપિટલ્સ ટીમમાં સામેલ થયેલા સમીર રિજવી છે, જેણે 95 લાખ રૂપિયામાં ફ્રેચાઈઝીએ પોતાની સાથે જોડ્યો છે. હાલ રિજવીનું બેટ આગ ઓંકી રહ્યું છે. તે બોલરો માટે ખરાબ સપનું સાબિત થઈ રહ્યું છે.

5 દિવસમાં 2 બેવડી સદી
સમીર રિઝવી મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી (50 ઓવરના ફોર્મેટ)માં ઉત્તર પ્રદેશનું નેતૃત્વ કરી રહ્યો છે. 21 ડિસેમ્બર 2024ના રોજ ત્રિપુરા વિરૂદ્ધ આ વિસ્ફોટક બેટ્સમેને શાનદાર ફોર્મ બતાવ્યું અને 97 બોલમાં 201 રનની અણનમ બેવડી સદી ફટકારી. આ ઇનિંગમાં 20 સિક્સર અને 13 ચોગ્ગા પણ હતા. માત્ર ચાર દિવસ પછી એટલે કે 25મી ડિસેમ્બરના રોજ સમીર રિઝવીએ બેટ વડે ચોગ્ગા અને સિક્સરના તોફાન સાથે ફરી બેવડી સદી (202 રન* - 18 સિક્સર અને 10 ચોગ્ગા) ફટકાર્યા. એક માત્ર વસ્તુ જે બદલાઈ ગઈ તે ટીમ હતી. આ વખતે રિઝવીએ વિદર્ભના બોલરોને આડે હાથ લીધા હતા. આ બંને પ્રસંગે કોઈ બોલર રિઝવીની વિકેટ મેળવી શક્યો નહોતો.

રચી દીધો ઈતિહાસ
સમીર રિજવીએ ટૂર્નામેન્ટમાં બેવડી સદી પુરી કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો. તે પુરુષ અંડર 23 સ્ટેટ એ ટ્રોફીમાં બે બેવડી સદી ફટકારનારલ પહેલો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ ચમત્કાર કોઈ પણ ખેલાડી કરવામાં સફળ થયો નથી. બન્ને બેવડી સદીની મદદથી સમીર રિજવીની ટીમને મોટી જીત મળી.

CSK એ કરોડપતિ બનાવ્યો પણ...
છેલ્લી IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સમીર રિઝવીને કરોડપતિ (8.40 કરોડ) બનાવ્યો, પરંતુ પ્રદર્શન કંઈ ખાસ નહોતું. રિઝવીએ 8 મેચમાં માત્ર 51 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન પછી, CSKએ તેને IPL 2025 મેગા ઓક્શન પહેલા રિલીઝ કર્યો. જો કે, દિલ્હી કેપિટલ્સે તેને ખરીદ્યો, પરંતુ હરાજી માત્ર 95 લાખ રૂપિયા સુધી પહોંચી. હવે રિઝવી ફોર્મમાં છે, તેની પાસેથી આગામી આઈપીએલ સિઝનમાં પણ આવી જ વિસ્ફોટક બેટિંગની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now