Home Entertainment Samantha Ruth Prabhu Sydney Wildlife Park New Pics Fan Asking Who Clicked Vacation

ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણતી : સમાંથા પ્રભુ, ખુબ સુંદર તસવીરો

ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણતી
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 05:30 AM IST

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાના માટે સમય કાઢીને સ્પેશિયલ વેકેશન પર જતી હોય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે તે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. તસવીરોમાં અભિનેત્રી કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહી છે. તે પાર્કમાં સુંદર દ્રશ્યનો આનંદ માણતી અને પ્રાણીઓ સાથે આનંદ માણતી જોવા મળી.

સમાંથાની વાયરલ તસવીરો
આ તસવીરોમાં તે બ્લુ ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી રહી છે. તેણે ટોપી સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. તેણે તસવીરોના કેપ્શનમાં લખ્યું, "કુદરત, પ્રાણીઓ અને સારા વાઇબ્સ. કાંગારુઓને ખવડાવવાથી માંડીને ઊંઘતા કોઆલા જોવા સુધી, તે એક સુંદર સમય હતો.

સમાંથા ની તસવીરો જોયા બાદ એક યૂઝરે પૂછ્યું કે આ તસવીરો કોણે ક્લિક કરી. સામંથાએ તરત જ આનો જવાબ આપ્યો. તેણે લખ્યું, "@sydneytourguide નાઓમી. તેણે રેડ હાર્ટ ઇમોજી પણ ઉમેર્યું હતું.


આ વેબ સિરીઝમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા છેલ્લે 'સિટાડેલઃ હની બની સિરીઝમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે વરુણ ધવન સાથે જોવા મળી હતી. તેના એક્શન અવતારને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now