તમિલનાડુના CM થલાપતિ વિજયને મળી સામંથા, તસવીરો શેર કરીને કહ્યુ- ‘તેઓ કંઈક મોટું કરવાના છે’
દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુએ (Samantha Ruth Prabhu) તાજેતરમાં ચેન્નઈમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને દિગ્ગજ અભિનેતા થલાપતિ વિજય (Thalapathy Vijay) સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતની સુંદર તસવીરો સામંથાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. ફોટો પોસ્ટ કરવાની સાથે જ સામંથાએ વિજયના રાજકીય પ્રવાસ અને તેમની પર્સનાલિટીના જોરદાર વખાણ કર્યા છે.
"મને પહેલેથી જ ખબર હતી કે તેમનો હેતુ ઘણો મોટો છે"
સામંથાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ લખતા જણાવ્યું કે, "જ્યારે હું આજે ચેન્નઈ પહોંચી, ત્યારે મુખ્યમંત્રીને મળવાની ખુશી અદભુત હતી. મને હંમેશા લાગતું હતું કે વિજય સર માત્ર પડદા પર હીરો બનવા પૂરતા મર્યાદિત નથી. તેમની ઉર્જા, હાજરી અને લોકોનો તેમના પ્રત્યેનો પ્રેમ હંમેશા એવો અહેસાસ કરાવતો હતો કે તેમનો હેતુ આનાથી પણ ઘણો મોટો છે."
એક્ટ્રેસે આગળ ઉમેર્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલી મોટી સફળતા મેળવ્યા બાદ એક બિલકુલ નવા અને મુશ્કેલ ક્ષેત્રમાં (રાજકારણમાં) પગ મૂકવાનું સાહસ ખરેખર પ્રેરણાદાયી છે. વિજય સર આગામી સમયમાં તેમના પર ભરોસો કરનારા લોકોને પણ આશ્ચર્યચકિત કરી દેશે.
આ પણ વાંચો: 'સમય મળતા જ હું ત્યાં દોડી જાઉં છું' | ધુરંધર સ્ટાર સારા અર્જુન કહ્યું | Offbeat Stories
વિજય અને સામંથાની જોડીએ આપી છે 3 બ્લોકબસ્ટર ફિલ્મો
થલાપતિ વિજય અને સામંથાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ હંમેશા ખૂબ પસંદ કરી છે. આ સુપરહિટ જોડીએ તમિલ સિનેમાને 3 મોટી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે:
Kaththi (2014): એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત આ એક્શન-ડ્રામા ફિલ્મમાં વિજયે ડબલ રોલ ભજવ્યો હતો અને સામંથા તેની ઓપોઝિટ લીડ રોલમાં હતી.
Theri (2016): ડાયરેક્ટર એટલીની આ એક્શન-થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી સાથે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
Mersal (2017): આ ફિલ્મમાં પણ આ બંને કલાકારોની જોડીએ ધૂમ મચાવી હતી અને ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો.
19 June એ રિલીઝ થઈ રહી છે સામંથાની નવી ફિલ્મ
તમિલનાડુના સીએમને મળવાની સાથે જ સામંથા પોતાની આગામી ફિલ્મ 'મા ઇંતિ ભંગારમ' (Maa Inti Bangaram) ના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે 19 June ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રાજકારણમાં પ્રવેશ્યા બાદ સીએમ વિજયને મળવા પહોંચેલી સામંથાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.





