Home Entertainment Preity Zinta Ai Deepfake Bombay High Court Case

AI ડીપફેક વિરુદ્ધ પ્રીતિ ઝિન્ટાનો મોટો કદમ : પ્રીતિ ઝિન્ટાએ ખખડાવ્યા બોમ્બે હાઇકોર્ટના દ્વાર

Preity Zinta's big move against AI deepfakes
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 18, 2026, 11:53 AM IST

AI ડીપફેક વિરુદ્ધ પ્રીતિ ઝિન્ટાનું મોટું કદમ, બોમ્બે હાઇકોર્ટે ઓનલાઇન પ્લેટફોર્મ્સ સામે કેસ કરવાની આપી મંજૂરી

બોલીવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ (Preity Zinta) પોતાની ઓળખ અને પ્રતિષ્ઠાના રક્ષણ માટે કાયદાકીય લડત શરૂ કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવતા ડીપફેક વીડિયો અને નકલી ફોટાના વધતા જતા દુરુપયોગને રોકવા માટે એક્ટ્રેસે બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પ્રીતિ ઝિન્ટાની આ અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે તેને મોટી રાહત આપી છે અને દોષિત ઓનલાઇન પ્લેટફોર્મ્સ સામે કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

પ્રીતિ ઝિન્ટાએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા AI ટેકનોલોજીની મદદથી તેના ચહેરાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના ડીપફેક વીડિયો, નકલી મીમ્સ, એડિટેડ ફોટા અને ચેટબોટ પર્સનાલિટી (Chatbot Persona) બનાવીને ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહ્યા છે. પ્રીતિએ દાવો કર્યો છે કે આનાથી તેની વર્ષોની મહેનતથી કમાયેલી ઇજ્જત અને સાખને ભારે નુકસાન પહોંચ્યું છે.

કોપીરાઇટ એક્ટ હેઠળ નૈતિક અધિકારોનું ઉલ્લંઘન

અભિનેત્રીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ડિજિટલ માધ્યમો પર તેની પરવાનગી વગર તેની ઓળખનો વ્યાપારી અને મનોરંજનના હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિ Copyright Act, 1957 હેઠળ તેના નૈતિક અને પર્સનાલિટી રાઇટ્સ (Personality Rights) નું સીધું ઉલ્લંઘન છે. કોઈપણ સેલિબ્રિટીની સંમતિ વિના તેના નામ, અવાજ કે ચહેરાનો ઉપયોગ કરવો તે કાયદાકીય ગુનો બને છે.

આ પણ વાંચો: લગ્નના 10 વર્ષ બાદ 45ની ઉંમરે માતા બની આ ફેમસ એક્ટ્રેસ | ડિલિવરીના 14 દિવસ બાદ જ સેટ પર પાછી ફરી અભિનેત્રી | Offbeat Stories

બોમ્બે હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

આ મામલે કડક વલણ અપનાવતા બોમ્બે હાઇકોર્ટે પ્રીતિ ઝિન્ટાની અરજીને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે પ્રીતિને તે તમામ વેબસાઇટ્સ, એપ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પરવાનગી આપી છે જેઓ ગેરકાયદેસર રીતે તેનું AI જનરેટેડ કન્ટેન્ટ પબ્લિશ કરી રહ્યા છે.

ટેકનોલોજીના આ યુગમાં સેલિબ્રિટીઝ માટે ડીપફેક એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પ્રીતિ ઝિન્ટા પહેલા પણ રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ અને કાજોલ જેવી અભિનેત્રીઓ પણ ડીપફેકનો શિકાર બની ચૂકી છે. આ કદમથી બોલીવૂડમાં ડિજિટલ રાઇટ્સ સુરક્ષિત કરવાના પ્રયાસોને વધુ બળ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now