Salman Khan અને Sanjay Dutt બંને બોલીવુડના સુપરસ્ટાર્સ હવે ઇન્ટરનેશનલ ફિલ્મ ‘7 Dogs’ દ્વારા ગ્લોબલ એક્શન-કોમેડી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મનો તાજેતરમાં જ રિલીઝ થયેલો ટીઝર જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં ધૂમ મચી ગઈ છે. સીનેમેટોગ્રાફી, એક્શન અને સ્ટારપાવર ત્રણેયનું પરફેક્ટ કોંબિનેશન આ ફિલ્મમાં જોવા મળશે.
ટીઝરમાં Bhaijaan પોતાની dashing personalityમાં દેખાય છે સફેદ બ્લેઝરમાં અને શાનદાર એન્ટ્રી સાથે. બીજી તરફ Sanju Baba રિવોલ્વર સાથે ઘાતક અંદાજમાં જોવા મળે છે. સ્ટાઇલથી ભરેલી આ જોડીની ઝલક ન માત્ર ભારતીય દર્શકોને, પણ આંતરરાષ્ટ્રીય ઓડિયન્સને પણ ઇમ્પ્રેસ કરી રહી છે. ખાકી યુનિફોર્મમાં Bhaijaanની ઓટોરિક્ષા ચલાવતી ઝલક મુંબઈમાં શૂટ કરાયેલ છે. જે ભારતીય ઓડિયન્સને પણ કનેક્ટ કરી શકે.
ફિલ્મની સ્ટોરી
ફિલ્મની સ્ટોરી એક ઇન્ટરપોલ ઓફિસર ખાલિદ અલ-અઝ્ઝાઝીની આસપાસ ફરે છે. ખાલિદ ‘7 Dogs’ નામના ગુપ્ત ગુનાહિત સંગઠનના મહત્ત્વના મેમ્બર ગલી અબુ દાઉદને પકડી લે છે. પરંતુ અહીંથી સફર પૂરી નથી થતી. એક વર્ષ બાદ, જ્યારે એ જ સિન્ડિકેટ મધ્ય પૂર્વમાં 'Pink Lady' નામની નવી ઘાતક ડ્રગ લોંચ કરે છે, ત્યારે ખાલિદ પોતાનો જૂનો દુશ્મન—જે રોલમાં Sanjay Dutt જોવા મળશે—સાથે મળીને આ ખતરનાક પ્લાન સામે લડવાનો નિર્ણય લે છે.
દિગ્દર્શક ટીમ
ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે આદિલ અલ અરબી અને બિલાલ ફલ્લાહ – જેમણે 'Bad Boys for Life' અને 'Ms. Marvel' જેવી હોલિવુડ સિરીઝ અને ફિલ્મોને સફળ બનાવેલી છે. હવે તેઓ Salman Khan અને Sanjay Dutt જેવા સ્ટાર્સ સાથે મળીને આ ફિલ્મને એક યુનિક વિઝન આપી રહ્યા છે.
સ્ટારકાસ્ટ અને બજેટ
ફિલ્મનું અંદાજિત બજેટ છે $40 million એટલે કે લગભગ ₹343 કરોડ. મુખ્ય ભૂમિકામાં આરબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવરહાઉસ કલાકારો Karim Abdel Aziz અને Ahmed Ezz છે. બંને અગાઉની ફિલ્મ 'Kira & El Gin' માટે જાણીતા છે જે ઇજિપ્તમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
ભારતમાં ક્યારે અને ક્યાં જોઈ શકાશે '7 Dogs'?
ફિલ્મને લઈને સૌથી મોટો સવાલ: શું આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થશે?
નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે 7 Dogs ભારતમાં રિલીઝ થશે, અને સાથે એક popular OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થવાની યોજના છે. હાલ Amazon Prime Video અને Netflix જેવા પ્લેટફોર્મ સાથે ચર્ચા ચાલી રહી છે. તેથી, જો તમે થિયેટરમાં '7 Dogs'ના જોઈ શકો, તો ઘેર બેઠા પણ તમારી ફુર્સતે તમે ફિલ્મની મજા લઇ શકશો.
બોલીવુડમાં પણ Duo ધમાલ મચાવશે
ફક્ત ઇન્ટરનેશનલ નહીં, Salman Khan અને Sanjay Dutt ટૂંક સમયમાં ફરી એકવાર બોલીવુડમાં પણ સ્ક્રીન શેર કરશે. Salmanએ આ માહિતી પોતાની તાજેતરની પ્રેસ મીટમાં જાહેર કરી હતી.
જ્યાં Bhaijaan હોય ત્યાં સ્ટાઈલ હોય. જ્યાં Sanju Baba હોય ત્યાં swag હોય. અને જયારે બન્ને સ્ક્રીન શેર કરે... ત્યારે history બને!
‘7 Dogs’ એ તેની સાક્ષી છે કે જ્યાં બોલીવુડના સ્ટાર્સ પગ મૂકે, ત્યાં માત્ર સિનેમા નહીં – ઇતિહાસ બને છે.




















