Home Entertainment Saif Ali Khan Troll For His Quick Recovery After Surgery Now Saba Pataudi Reacted

સૈફની ઝડપી રિકવરી પર ઉઠ્યા સવાલ : પાંચ દિવસમાં એકદમ ચકાચક?

સૈફની ઝડપી રિકવરી પર ઉઠ્યા સવાલ
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 06:13 AM IST

16 જાન્યુઆરીએ વહેલી સવારે મુંબઈમાં બાન્દ્રા સ્થિત સૈફ અલી ખાન પર તેમના ઘરે જ હુમલો થયો. સૈફને તૈત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં પાંચ દિવસ સારવાર ચાલી અને પછી રજા આપી દેવામાં આવી. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ સૈફ પોતે જ્યારે તેના ઘરે પહોંચ્યા ત્યારે તે એકદમ ફિટ દેખાઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ સર્જરી પછી તેના ઝડપી રિકવરી પર સવાલ ઉઠાવ્યા છે, કે અભિનેતા કરોડરજ્જુની સર્જરી પછી આટલી ઝડપથી કેવી રીતે રિકવર થયા. જેની પર હવે સૈફની બહેન સબા પટૌડીએ એક પોસ્ટ શેર કરી છે અને અભિનેતાના વહેલા સાજા થવા પર પ્રશ્નો ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે.



આપને જણાવી દઈએ કે, સબા પટૌડીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને સૈફના જલ્દી સાજા થવા પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો. સબાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મી ઓફિશિયલની એક પોસ્ટને રિશેર કરી અને લખ્યું "EDUCATE YOURSELVES".

આપને જણાવી દઈએ કે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિએ સૈફ અલી ખાનના છરીના અનેક ઘાને કારણે સર્જરી બાદ 5 દિવસના સાજા થવા પરની શંકાઓને નકારી કાઢી છે. કરોડરજ્જુની સર્જરી પછી તેની 78 વર્ષીય માતાનો ચાલતો વીડિયો શેર કરતાં ડૉ. દીપકે કહ્યું, “જે લોકોએ કાર્ડિયાક બાયપાસ સર્જરી કરાવી છે તે ત્રીજા/ચોથા દિવસે સીડીઓ ચઢો... તમારી જાતને શિક્ષિત કરો,"

રાજનેતાઓએ પણ ઉઠાવ્યા સવાલ
સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ કેટલાક રાજકીય નેતાઓએ પણ તેના ઝડપી સ્વસ્થ થવા પર સવાલ ઉઠાવ્યા હતા. મહારાષ્ટ્રના મંત્રી નીતીશ રાણેએ સૈફ અલી ખાન પરના હુમલા પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે શું સૈફને ખરેખર છરો મારવામાં આવ્યો હતો કે તે એક્ટિંગ કરી રહ્યો હતો. શિવસેનાના નેતા સંજય નિરુપમે કહ્યું કે સૈફ હોસ્પિટલમાંથી 'જમ્પિંગ એન્ડ ડાન્સ' કરીને ઘરે પરત ફર્યો. તે જાણવા માંગતો હતો કે તેના પર થયેલો હુમલો કેટલો ઘાતક હતો.

આપને જણાવી દઈએ કે સૈફ અલી ખાનને કરોડરજ્જુમાં 2.5 ઈંચની છરી વડે ઘા કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેણે છ કલાક સુધી સર્જરી કરાવવી પડી હતી. અભિનેતાને કરોડરજ્જુની નજીક પણ ઈજા થઈ હતી અને સર્જરી બાદ તેને ICUમાં ખસેડવો પડ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now