Home Entertainment Saare Jahan Se Accha X Review

Saare Jahan Se Accha X Review : દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી કે નિષ્ફળ? 'Saare Jahan Se Accha' પર જાણો દર્શકોનાં રિએક્શન

Saare Jahan Se Accha X Review
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 03:11 PM IST

પ્રતિક ગાંધી, સન્ની હિન્દુજા, સુહેલ નાયર, તિલોત્તમા શોમ, અનુપ સોની અને કૃતિકા કામરા જેવા સ્ટાર્સ અભિનીત સિરીઝ 'Saare Jahan Se Accha ' આજે બુધવાર, 13 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે. તે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. સુમિત પુરોહિત દ્વારા દિગ્દર્શિત આ શ્રેણીની વાર્તા એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. પ્રતીક ગાંધી એક ભારતીય એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે જેને પાકિસ્તાન મોકલવામાં આવે છે. દર્શકોને આ શ્રેણી કેટલી ગમી? ચાલો જાણીએ

નેટીઝને કહ્યું - 'કન્ટેન્ટ ઓફ ધ વીક'


સ્ટોરી ભારતીય જાસૂસ વિષ્ણુ શંકર અને ISI એજન્ટ મુર્તઝા મલિકની આસપાસ ફરે છે. વેબ સિરીઝમાં 70 ના દાયકાની આસપાસની સ્ટોરી છે. ભારતીય એજન્ટ વિષ્ણુ શંકર (પ્રતિક ગાંધી) ને પાકિસ્તાન મોકલવામાં આવે છે. વાસ્તવમાં, પાકિસ્તાન એક પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે, જે ભારત માટે ખતરો હશે. આ વેબ સિરીઝ ભારતીય જાસૂસ દ્વારા પાકિસ્તાનની યોજનાઓને કેવી રીતે નિષ્ફળ બનાવવામાં આવે છે અને આગળ શું થાય છે તેના પર બનાવવામાં આવી છે. દર્શકોને આ વેબ સિરીઝ ખૂબ ગમી છે. એક યુઝરે તેને 'કન્ટેન્ટ ઓફ ધ વીક' કહી છે.

દર્શકો પ્રતિક ગાંધી અને સની હિન્દુજાની ભૂમિકાને વખાણી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now