Home Entertainment Rupali Ganguli Clarifies After Rumors Of Leaving The Show

અરેરે અનુપમાબેન, આવું ન કરો : અનુપમા સીરિયલ છોડવા પર રૂપાલીએ કહી આ મોટી વાત, થઈ ગઈ ગજ્જબ ઈમોશનલ...

અરેરે અનુપમાબેન, આવું ન કરો
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2025, 05:33 PM IST

ટીવીપુરની સૌથી ફેવરિટ વહુ એટલે અનુપમા. નાનાથી મોટા સૌ કોઈ મહિલાઓની આ પ્રિય સીરિયલ છે. એમાંય જો અનુપમાને કાંઈ દુઃખ પડે તો સૌ કોઈ દુઃખી થાય છે. સતત ટોપ ચાર્ટ પર રહેલી આ સીરિયલની મેઈન લીડ વિશે અનેક અફવાઓ ચાલે છે. જેમાંથી એક છે સીરિયલ છોડવાની અટકળો. જે વિશે રૂપાલી ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે. અભિનેત્રીએ એક ઈમોશનલ મેસેજ શેર કરીને શો સાથે પોતાનું કનેક્શન જણાવ્યું છે. અને અનેક ખુલાસા કર્યા છે.એવું કહેવામાં આવી રહ્યું હતું કે શોમાં 15 વર્ષનો લીપ આવવાનો છે. શોની સ્ટોરીલાઇન પણ બદલાશે. કેટલાક લોકોને લાગતું હતું કે રૂપાલી ગાંગુલી શો છોડી દેશે. પરંતુ એવું નથી થવાનું.

રૂપાલીએ અનુપમા શોમાં દિલથી અને ડેડિકેશનથી કામ કરી રહ્યું છે. એક્ટ્રેસે ઈમોશનલ મેસેજ શેર કરીને પોતાના શોની સાથેના કનેક્શનની વાત કરી છે. રૂપાલીએ કહ્યું કે, વાહ, હું લોકોની વિચારસરણીની સરાહના કરું છું.તમારા સૌનૌ ધન્યવાદ કે તમે મારા અને મારા શો વિશે વાત કરો છો. હું શું કહું, દરેક વ્યક્તિનો એક કોર હોય છે, અને મારો કોર મારો વિશ્વાસ છે. હું અને મારા પતિ બંને માને છે કે રાજનજીએ મને જે કાંઈ આપ્યું છે, પ્લેટફોર્મ, જગ્યા અને ઓળખ, એ હું ક્યારેય નહીં ભૂલું.

રૂપાલી ગાંગુલીએ એવી સ્પષ્ટતા કરી છે કે, આ શોએ મારા માટે ઘણું કર્યું છે. હું કોઈપણ સ્થિતિમાં અંત સુધી આ શોનો હિસ્સો બની રહીશ. અનુપમાએ રૂપાલી ગાંગુલીને એ બનાવી છે જે આજે તે છે અને અનુપમા મારા અસ્તિત્વનો હિસ્સો બની ગઈ છે. એટલે એ મજાકિયા છે કે લોકો એવી વાતો વિચારી રહ્યા છે, એવી વાતો લખી રહ્યા છે.. પરંતુ તો પણ, મને ખૂબ જ પ્રેમ આપવા માટે ધન્યવાદ. આ સાથે રૂપાલીએ સૌને અનુપમા જોતા રહેવા માટે અપીલ કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now