Royal Enfield : રોયલ એનફિલ્ડના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપની તેની લોકપ્રિય કેફે રેસર બાઇક, કોન્ટિનેન્ટલ GT 650 (Continental GT 650) ને નવા ફેરફારો સાથે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 2026 ના અંત સુધીમાં આ મોડલ ભારતીય બજારમાં દસ્તક આપી શકે છે. હાલમાં પ્રદર્શિત થયેલી 750cc ની ચર્ચા વચ્ચે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, 650cc મોડલ પણ નવા અપડેટ્સ સાથે વેચાણમાં ચાલુ રહેશે.
નવા બદલાવ અને ડિઝાઇન
અપડેટેડ કોન્ટિનેન્ટલ GT 650 માં સૌથી મોટો ફેરફાર તેની વિઝ્યુઅલમાં જોવા મળશે. બાઇકને નવો લુક આપવા માટે કંપની કેટલાક નવા અને આકર્ષક કલર ઓપ્શન રજૂ કરશે. આ સિવાય બાઇકની ડિઝાઇનને વધુ પ્રીમિયમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી તે આધુનિક સમયના રાઇડર્સને વધુ આકર્ષી શકે.
મિકેનિકલ અપગ્રેડ અને બ્રેકિંગ
માત્ર લુક જ નહીં, પણ પરફોર્મન્સમાં પણ સુધારો કરવામાં આવશે. નવા મોડલમાં વર્તમાન ટેલિસ્કોપિક ફોર્ક્સને બદલે વધુ એડવાન્સ સસ્પેન્શન સેટઅપ મળી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વખતે ફ્રન્ટમાં 'ટ્વિન-ડિસ્ક' બ્રેકિંગ સિસ્ટમ જોવા મળી શકે છે, જે Motoverse 2025 અને EICMA 2025 માં જોવા મળેલી GT-R 750 જેવી હશે. આનાથી બાઇકનું કંટ્રોલિંગ અને બ્રેકિંગ પાવર ઘણો વધશે.
હાલનું મોડલ અને કિંમત
અત્યારે બજારમાં ઉપલબ્ધ કોન્ટિનેન્ટલ GT 650 5 અલગ-અલગ કલર્સ British Racing Green, Rocker Red, Apex Grey, Slipstream Blue અને Mr Clean માં મળે છે, કોન્ટિનેન્ટલ GT 650 ની કિંમત ₹3.53 લાખથી ₹3.81 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. નવા ફીચર્સ અને પ્રીમિયમ સાધનોના કારણે આગામી ફેસલિફ્ટ મોડલની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે.
બજારમાં સ્થાન અને લોકપ્રિયતા
રોયલ એનફિલ્ડના લાઇનઅપમાં આ બાઇક ઇન્ટરસેપ્ટર 650 અને ક્લાસિક 650 ની વચ્ચે પોતાની જગ્યા જાળવી રાખશે. તે ભારત જ નહીં પણ વિદેશી બજારોમાં પણ બ્રાન્ડની સૌથી વધુ વેચાતી ટ્વિન-સિલિન્ડર બાઇક પૈકીની એક છે. 750cc નું મોટું એન્જિન આવ્યા પછી પણ, 650cc તેની સસ્તી કિંમત અને શાનદાર પરફોર્મન્સને કારણે લોકોની પહેલી પસંદ બની રહેશે.




















