ગોલમાલ 5 માં મોટો ફેરફાર: આ વખતે જોવા નહીં મળે કોઈ પણ હીરોઈન
રોહિત શેટ્ટીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'ગોલમાલ' (Golmaal) ફરી એકવાર ચર્ચામાં છે. અહેવાલો મુજબ, અજય દેવગન સ્ટારર આ ફિલ્મ 'ગોલમાલ 5' ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ફિલ્મમાં કોઈ પણ ફિમેલ લીડ (હીરોઈન) જોવા મળશે નહીં.
કોઈ રોમાન્સ નહીં, માત્ર કોમેડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહિત શેટ્ટી આ વખતે ફિલ્મને સંપૂર્ણપણે પુરુષ કલાકારોની મસ્તી અને કોમેડી પર કેન્દ્રિત રાખવા માંગે છે. ફિલ્મમાં કોઈ હીરોઈન ન હોવાથી કોઈ રોમેન્ટિક એન્ગલ પણ જોવા મળશે નહીં. આ નિર્ણય બોલીવુડની ફિલ્મોના પરંપરાગત ફોર્મેટ કરતા અલગ છે.
આ પણ વાંચો: અક્ષય કુમારને જોવા ભીડ બેકાબૂ | એસ્કેલેટર પર ચઢી ગયા ચાહકો! જાણો શું છે આખી વાત | Offbeat Stories
જૂની સ્ટાર કાસ્ટ સાથે ધમાલ
ફિલ્મમાં અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુની જાણીતી ટોળકી ફરી એકવાર પ્રેક્ષકોને હસાવવા માટે તૈયાર છે. વર્ષ 2017 માં આવેલી 'ગોલમાલ અગેન' (Golmaal Again) બ્લોકબસ્ટર હિટ રહી હતી, જેમાં પરિણીતી ચોપરા અને તબુ જોવા મળ્યા હતા. જોકે, 5 માં ભાગમાં નિર્દેશકે માત્ર કોમેડી પર જ ભાર મૂકવાનું નક્કી કર્યું છે.





