Home Sports Rohit Sharma Statement Video Ind Vs Aus 5th Test Sydney Test

IND vs AUS : 'તેમનું મોં બંધ કરાવવું છે...' રોહિત શર્માએ કોના માટે આવું કહ્યું, જુૂઓ Video

IND vs AUS
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2025, 06:17 AM IST

India vs Australia 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો, ખરાબ ફોર્મના કારણે રોહિતે પોતાને સિડની ટેસ્ટથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, શું રોહિત આ મેચ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે? આજે મેચ દરમિયાન હિટમેને તમામ સવાલોના જવાબ આપ્યા અને કહ્યું કે, તે કોઈ નિવૃત્તિ લઈ રહ્યો નથી.

'ઓસ્ટ્રેલિયન ક્રાઉડનું મોં બંધ કરાવવું છે'
રોહિત શર્મા સિડની ટેસ્ટના બીજા દિવસે મેદાન પર જોવા મળ્યો હતો. જો કે, તે રમવા માટે મેદાન પર આવ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા જ્યારે પ્રથમ ઈનિંગમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું ત્યારે રોહિત શર્મા બ્રેક દરમિયાન ઈરફાન પઠાણ અને જતીન સપ્રુ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રોહિત શર્માએ કહ્યું કે, “તેમનું (ઓસ્ટ્રેલિયા) ક્રાઉડનું મોં બંધ કરાવવું છે. અમને કહો કે કઈ ટીમ અહીં આવીને બે વખત સિરીઝ જીતી છે? અમે સિરીઝ જીતી શકતા નથી પરંતુ અમે તેને ચોક્કસપણે ડ્રો કરી શકીએ છીએ. તેમને પણ જીતવા નહીં દેએ."



રોહિતે વધુમાં કહ્યું કે, “અમે જાણીએ છીએ કે ઘણા લોકો અમને જજ કરશે પરંતુ હું ક્યારેય મારી જાત પર શંકા નહીં કરું. હું મારી શક્તિઓને જાણું છું અને સખત મહેનત કરીશ અને તમે ક્યારેય જાણતા નથી કે 6 કે 4 મહિનામાં શું થશે."



ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ
બીજી સિડની ટેસ્ટમાં ભારતીય ટીમની શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેના કારણે બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ અને નીતિશ રેડ્ડીએ 2-2 વિકેટ લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now