Home Sports Rohit Sharma Becomes Worlds Number One Odi Batsman At The Age Of 38

Rohit Sharma 38 વર્ષની ઉંમરે વિશ્વનો નંબર વન ODI બેટ્સમેન બન્યો : Sachin Tendulkar ને પાછળ છોડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

Rohit Sharma 38 વર્ષની ઉંમરે વિશ્વનો નંબર વન ODI બેટ્સમેન બન્યો
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 12:37 PM IST

Latest ICC Oneday Rankings: ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી રોહિત શર્માએ હાલમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 38 વર્ષની ઉંમરે, રોહિત શર્માએ પ્રથમ વખત ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો છે, જે આ સ્થાન પર પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા માટે રેન્કિંગમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર ઇનિંગ્સને કારણે રોહિત શર્માએ નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

રોહિત શર્માએ દિગ્ગજ બેટ્સમેન Sachin Tendulkar ને પાછળ છોડીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ 38 વર્ષ અને 182 દિવસની ઉંમરે ICC ODI રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું. જ્યારે સચિન તેંડુલકરે 2011 માં 38 વર્ષ અને 73 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી હતી. ICC રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવનાર ત્રીજા સૌથી મોટી ઉંમરના ખેલાડી Viv Richards છે, જેમણે 37 વર્ષ અને 230 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રોહિત શર્માનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં બે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેમા એક 73 રનની ઇનનિંગ અને બીજી નોટઆઉટ 123 રન બનાવ્યા હતા. આ પ્રદર્શને તેને ODI રેન્કિંગમાં નંબર 1 પર પહોંચાડ્યો છે, 38 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ આ ઉંમરે પણ પોતાની બેટિંગમાં સાતત્ય અને આક્રમકતા જાળવી રાખી છે. તે તેની લાંબી કારકિર્દી અને સખત મહેનતનો પુરાવો છે કે તે તેની કારકિર્દીના આ તબક્કે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ, રોહિત શર્મા હવે પોતાનું ફોર્મ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ પ્રદર્શન ફક્ત તેના માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ટીમ માટે પણ મહત્વપૂર્ણ છે. રોહિત શર્મા કેટલા સમય સુધી તેનું નંબર 1 સ્થાન જાળવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now