Home Sports Robin Uthappa Arrest Warrant Pf Scam Case

રોબિન ઉથપ્પાની મુશ્કેલી વધી : પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર, સામે આવ્યું મોટું કારણ

રોબિન ઉથપ્પાની મુશ્કેલી વધી
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2024, 05:52 AM IST

Robin Uthappa Arrest Warrant: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાની મુશ્કેલીઓ થોડી વધી રહી છે. તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઉથપ્પા એક સમયે ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડી હતો.

પીએફ કૌભાંડનો લાગ્યો આરોપ
પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જાહેર કર્યું છે. આ સાથે તેમણે પોલીસને પણ આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ કંપનીનું સંચાલન સંભાળતા હતા ઉથપ્પા
રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું મેનેજમેન્ટ કરી રહ્યા હતા. હવે રોબિન પર કંપનીના કર્મચારીઓના પગારમાંથી PF કાપવાનો અને પછીથી તેને તેમના ખાતામાં ઉમેરવાનો પણ આરોપ છે. રિપોર્ટ અનુસાર આ સમગ્ર કૌભાંડ 23 લાખ રૂપિયાનું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

પુલકેશનગર પોલીસને એક પત્ર લખીને કમિશનર ગોપાલ રેડ્ડીએ કહ્યું કે, આ વોરંટનો અમલ કરવામાં આવશે. બીજી તરફ ઉથપ્પાએ પોતાનું નિવાસ સ્થાન બદલ્યું છે, જેના કારણે પોલીસે આ વોરંટ પીએફ ઓફિસને પરત કરવું પડ્યું હતું. જે બાદ પોલીસ અને પીએફ વિભાગ પૂર્વ ક્રિકેટરના નિવાસ સ્થાનની તપાસ કરી રહી છે. આ મામલો કર્મચારીઓની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી તેને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ અને પીએફ વિભાગ બન્ને સંયુક્ત રીતે તેની તપાસ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now