Home International River Salt Thar Festival Rajasthan Gujarat Culture Unique Mountains

અનોખી નદી : એક એવી નદી જ્યાં ઉજવાય છે થાર ફેસ્ટિવલ, જાણો કેમ એકસાથે વહે છે મીઠું અને ખારું પાણી?

અનોખી નદી
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 05:29 AM IST

ભારતમાં નાની-મોટી 400થી વધુ નદીઓ વહે છે. જે દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે. સામાન્ય રીતે નદીઓ પર્વતોમાંથી નીકળતી હોય અને દરિયામાં ભળતી હોય છે. જેમાં ગંગા સહિતની અનેક નદીઓનો સમાવેશ થાય છે. જે હિમાલયની ગંગોત્રીમાંથી નીકળે છે અને ગંગા સાગરમાં જોડાય છે. પરંતુ આપણા જ દેશમાં એક એવી નદી છે જે પર્વતોમાંથી નીકળે તો છે પરંતુ દરિયામાં ભળતી નથી.આ નદી છે રાજસ્થાનની.
પહાડમાંથી નીકળતી નદી રણમાં લપ્ત થાય છે
લુની નદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે છે. અજમેર થઈને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના નાગૌર, જોધપુર, પાલી, બાડમેર, જાલોર જિલ્લામાંથી વહેતી ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રવેશે છે. અને કચ્છના રણમાં જ લુપ્ત થઈ જાય છે.


મહાકવિ કાલિદાસે પણ કર્યો છે ઉલ્લેખ
રાજસ્થાનના જાલોર જિલ્લામાં લુની નદીના નીચાણવાળા વિસ્તારને નેડા અથવા રેલ કહેવામાં આવે છે. લુનીના વહેણ વિસ્તારને ગોડવાર પ્રદેશ કહેવામાં આવે છે. મહાકવિ કાલિદાસે લુની નદીને સલીલા નદી કહી હતી. અજમેરની પુષ્કર ખીણમાં લુની નદીને સાકરી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મુખ્ય ઉપનદીઓમાં સુકરી અને જોજરી છે. ઉદયપુર રાજસ્થાનમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો છે. બિકાનેર અને ચુરુ જ એવા બે જિલ્લા છે કે જેમાં એક પણ નદી વહેતી નથી.
રાજસ્થાન અને ગુજરાતમાં સિંચાઈનો મુખ્ય સ્ત્રોત
આ નદી 495 કિલોમીટર લાંબી છે. આ વિસ્તારની એકમાત્ર મોટી નદી છે, જે મોટા ભાગના વિસ્તારને સિંચાઈનું પાણી પુરુ પાડી ગુજરાત સુધી પહોંચે છે. રાજસ્થાનમાં આ નદીની કુલ લંબાઈ 330 કિમી છે. જ્યારે બાકીની નદી ગુજરાતમાં વહે છે.


નદીમાં મીઠું અને ખારું પાણી વહે છે
લુની નદીની એક ખાસ વાત છે. અજમેરથી બાડમેર સુધી આ નદીનું પાણી મીઠુ છે. તો આ વિસ્તાર બાદ નદીમાં ખારું પાણી વહે છે. આવું થવા પાછળનું કારણ એ છે કે જ્યારે તે રાજસ્થાનના રણમાંથી પસાર થાય છે ત્યારે તેમાં રહેલા મીઠાના કણો તેની સાથે ભળી જાય છે. જેથી આગળના વિસ્તારમાં પાણી ખારું થઈ જાય છે.
ચોમાસામાં જોવા મળે છે અદભૂત નજારો
આ નદીનો સુંદર અને કુદરતી નજારા માણવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુ છે. આ ઉપરાંત દર વર્ષે માર્ચ મહિનામાં અહીં થાર ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય થાર ફેસ્ટિવલનું આયોજન રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરની કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. આ ઉત્સવમાં દેશ-વિદેશથી પ્રવાસીઓની ભીડ જામે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક