Rishabh Pant: ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઋષભ પંતે એક 'પ્રચંડ' મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરીને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના એક મહારેકોર્ડની બરાબરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને અફઘાનિસ્તાનની ટીમને પહેલા બોલિંગ સોંપી છે.
ઋષભ પંતે રચ્યો ઇતિહાસ
ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી આ એકમાત્ર ટેસ્ટ મેચ, ઋષભ પંતની ભારત માટે વિકેટકીપર બેટ્સમેન તરીકેની 50મી ટેસ્ટ મેચ છે. 28 વર્ષના ઋષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી પછી વિકેટકીપર-બેટ્સમેન તરીકે 50 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનારા ભારતના ક્રિકેટર બની ગયા છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી ઉપર છે.
પ્રજ્ઞાનંદે રચ્યો ઇતિહાસ! : બન્યા નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય, કાર્લસનને પાછળ છોડીને જીત્યો ખિતાબ
ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીની કરી બરાબરી
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2005માં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને વિકેટકીપર તરીકે કુલ 90 ટેસ્ટ મેચ રમી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2014માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જ્યારે સૈયદ કિરમાણીએ 1976થી 1986 દરમિયાન ભારત માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે 88 ટેસ્ટ મેચ રમી હતી. સૈયદ કિરમાણીએ તે 88 મેચોમાં બે સદી અને 12 અર્ધસદીની મદદથી 2,759 રન બનાવ્યા હતા.
ભારત માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓ..
ક્રમ | ખેલાડીનું નામ | ટેસ્ટ મેચની સંખ્યા |
1. | મહેન્દ્ર સિંહ ધોની | 90 ટેસ્ટ મેચ |
2. | સૈયદ કિરમાણી | 88 ટેસ્ટ મેચ |
3. | ઋષભ પંત | 50 ટેસ્ટ મેચ |
4. | કિરણ મોરે | 49 ટેસ્ટ મેચ |
5. | ફારુખ એન્જિનિયર | 46 ટેસ્ટ મેચ |
6. | નયન મોંગિયા | 44 ટેસ્ટ મેચ |
આવું કરનાર ભારતના ત્રીજા વિકેટકીપર બન્યા ઋષભ પંત
ઋષભ પંત હવે આ યાદીમાં 50 ટેસ્ટ મેચના ગૌરવ સાથે ત્રીજા સ્થાને આવી ગયા છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ સાઉથ આફ્રિકાના દિગ્ગજ વિકેટકીપર માર્ક બાઉચરના નામે છે. માર્ક બાઉચરે 1997થી 2012 દરમિયાન સાઉથ આફ્રિકા અને ICC વર્લ્ડ XI માટે વિકેટકીપર તરીકે 147 ટેસ્ટ મેચ રમી હતી અને 5,515 રન બનાવ્યા હતા.
એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ પણ જોખમમાં
ઋષભ પંત જો અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચ દરમિયાન વધુ 7 સિક્સર ફટકારી દેશે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં એડમ ગિલક્રિસ્ટના સિક્સરના મહારેકોર્ડને તોડી નાખશે. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 100 સિક્સર પણ પૂરી કરી લેશે. ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે 96 ટેસ્ટ મેચમાં 100 સિક્સર ફટકારી હતી.





