Home Sports Hardik Pandya Fit For India Vs Afghanistan Odi Series

ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર : અફઘાનિસ્તાન સિરીઝ માટે ધાકડ ઓલરાઉન્ડર ફિટ! ‘હિટમેન’ પર સસ્પેન્સ યથાવત

Hardik Pandya Declared Fit
Published by: Viral Patel
Last Updated: Jun 06, 2026, 05:59 AM IST

Hardik Pandya Declared Fit: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે થોડા અઠવાડિયા પહેલા જ ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન પસંદગીકારોએ જણાવ્યું હતું કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું આ સિરીઝમાં રમવું તેમની ફિટનેસ રિપોર્ટ પર નિર્ભર રહેશે. તાજેતરમાં જ વિરાટ કોહલી અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. આવા સમયમાં રોહિત અને હાર્દિક જેવા સિનિયર ખેલાડીઓનું રમવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે.

અફઘાનિસ્તાન સિરીઝ માટે ફિટ થયો સ્ટાર ખેલાડી!

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચોની વનડે સિરીઝ પહેલા હાર્દિક પંડ્યાનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. પસંદગીકારોએ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તે ફિટ હશે, તો જ સિરીઝમાં ભાગ લેશે. દૈનિક જાગરણના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને અફઘાનિસ્તાન સામે રમતો જોવા મળશે. બીસીસીઆઈ (BCCI) ના બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એ હાર્દિકને ફિટ જાહેર કર્યો છે અને ટીમ મેનેજમેન્ટને તેનો રિપોર્ટ મળી ગયો છે. હાર્દિક પંડ્યા 2027ના વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને તેનું ફિટ થવું એ ખૂબ જ સારા સંકેત છે.

રોહિત શર્માની ફિટનેસ પર સસ્પેન્સ યથાવત

હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ થઈ ચૂક્યો છે, પરંતુ હવે રોહિત શર્માની ફિટનેસને લઈને સૌથી મોટો સવાલ ઊભો થયો છે. રોહિતને IPL 2026 દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જોકે, બાદમાં તે પૂરી રીતે ફિટ થઈ ગયો હતો અને તેણે આઈપીએલની છેલ્લી કેટલીક મેચો પણ રમી હતી. તેમ છતાં, 'હિટમેન' રોહિતે અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. મળતી માહિતી મુજબ, રોહિત 8 જૂને BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પહોંચશે. તે ત્યાં ત્રણ દિવસનો સમય વિતાવશે અને આ દરમિયાન જ એ સ્પષ્ટ થઈ જશે કે હિટમેન અફઘાનિસ્તાન સામે રમશે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now