Home Gujarat Retired Dgp Ss Khandwa Wala Acquitted

નિવૃત્ત DGP એસ એસ ખંડવા વાલા નિર્દોષ જાહેર : 5 વર્ષની સજા સામે થયેલી અપીલનો આવ્યો ચુકાદો, 2003નો કેસ

નિવૃત્ત DGP એસ એસ ખંડવા વાલા નિર્દોષ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 01:42 PM IST

એસ એસ ખંડવા વાલાને અદાલતે નિર્દોષ જાહેર કરતા મહત્વનો ચુકાદો આવ્યો છે. પાંચ વર્ષની સજા સામે કરવામાં આવેલી અપીલ પર નિર્ણય આપતાં કોર્ટે તેમને રાહત આપી છે.

50 વર્ષ જૂની પોરબંદરની ઘટનાનો કેસ

આ કેસ લગભગ 50 વર્ષ જૂની પોરબંદરની એક ઘટનાથી સંબંધિત હતો. આ મામલે વર્ષ 2003માં ચુકાદો આવ્યો હતો, જેમાં આર્મ્સ એક્ટ હેઠળ ખોટી રીતે ધરપકડ કરી માર મારવાનો આરોપ મૂકાયો હતો અને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

આર્મસ એક્ટમાં ખોટી રીતે ધરપકડ કરી માર મારવાનો હતો આરોપ

ચુકાદા વિરુદ્ધ દાખલ અપીલની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે અદાલતે તમામ મુદ્દાઓ પર વિચારણા કરી તેમને નિર્દોષ જાહેર કર્યા છે. અદાલતે માન્યું કે આરોપોને સમર્થન આપતા પૂરતા અને સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ નથી. આ નિર્ણયથી નિવૃત્ત પોલીસ અધિકારીને મોટી કાનૂની રાહત મળી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં આવેલ તાજા ચુકાદાને કાનૂની વર્તુળોમાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now