Home Gujarat Retired Class 2 Officer A Girl In Bhavnagar

ભાવનગરમાં નિવૃત કલાસ 2 અધિકારીએ બાળકી પર આચર્યું દુષ્કર્મ : પોલીસે આરોપીને દબોચ્યો, લોકોમાં રોષ

ભાવનગરમાં નિવૃત કલાસ 2 અધિકારીએ બાળકી પર આચર્યું દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 01:34 PM IST

Bhavnagar Crime News : ભાવનગર શહેરમાં એક ધૃણાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત ક્લાસ–2 અધિકારીએ પાડોશમાં રહેતી બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે.

પાડોશીના વિશ્વાસનો દુરુપયોગ કર્યો

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ પાડોશીના વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. બાળકીના પરિવારજનો દ્વારા તેને સ્કૂલેથી બાળાને લાવવા મોકલવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આ આડમાં આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે આરોપીને દબોચ્યો

ઘટનાની જાણ થતા બાળકીના પરિવારજનો દ્વારા તાત્કાલિક નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી નિવૃત્ત અધિકારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં આઘાત અને રોષની લાગણી ફેલાવી છે. પોલીસ દ્વારા બાળકીની કાઉન્સેલિંગ સહિત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now