Home Entertainment Republic Day Actresses Fashion Dressing

બોલીવુડમાં છવાયો દેશ ભક્તિનો રંગ : તમે પણ થઈ શકો છો આવી રીતે તૈયાર

બોલીવુડમાં છવાયો દેશ ભક્તિનો રંગ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 05:24 PM IST


સારા અલી ખાને સફેદ શરારા સૂટ સાથે ત્રિરંગાનો દુપટ્ટો પહેર્યો છે. તેમજ ખુબ ઓછા મેકઅપ અને ખુલ્લા વાળથી લુકને કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. સારાના ફોટોથી પણ આઈડિયા લઈ શકો છો.


જ્હાન્વી કપૂરે સફેદ કલરનો સૂટ પહેર્યો છે. આછા લીલા રંગનો દુપટ્ટો પણ સાથે રાખ્યો. સૂટ પર ઓરેન્જ અને ગ્રીન કલરમાં થ્રેડ વર્ક છે. અભિનેત્રીના આ લુક પરથી તમે આવી રીતે તૈયાર થવાનું વિચારી શકો છો.



સોનાલી બિન્દ્રે સફેદ રંગની અનારકલી સ્ટાઈલની કુર્તી પહેરી છે. કુર્તી પર ગ્રીન, ઓરેન્જ અને અન્ય રંગોનું થ્રેડ વર્ક છે. તેનો લુક સિમ્પલ અને સોબર લાગે છે. 

ઉર્વશી રૌટેલાએ ગ્રીન ટ્રાઉઝરની સાથે વ્હાઇટ અને ઓરેન્જ કલર કોમ્બિનેશનની કુર્તી પહેરી છે. તેમણે ત્રિરંગાના રંગમાં દુપટ્ટો પણ રાખ્યો છે.
જેની કિનારીઓ પર ગોટા પટ્ટી વર્ક છે. અભિનેત્રીના આ લુક પરથી તમે પણ આઈડિયા લઈ શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now