Home Entertainment Republic Day 2026 6 Films Full Of Adventure And Heroism Bollywood Movies Based On Indian Army

Republic Day 2026 : આ પ્રજાસત્તાક પર્વે જગાડો દેશભક્તિનો જુસ્સો, સાહસ અને શૌર્યથી ભરપૂર આ 6 ફિલ્મો જોતા જ રુવાડાં ઊભા થઈ જશે

Republic Day 2026
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 04:20 AM IST

ભારત આજે તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ પવિત્ર અવસરે દરેક ભારતીયના મનમાં દેશપ્રેમની લહેર ઉઠતી હોય છે. બોલીવુડ હંમેશા ભારતીય સેનાના શૌર્ય અને સૈનિકોના બલિદાનને મોટા પડદે રજૂ કરવામાં અગ્રેસર રહ્યું છે. ભલે તે 1971નું યુદ્ધ હોય કે કારગિલની લડાઈ, સિનેમાએ હંમેશા આપણને ઇતિહાસના તે ગૌરવશાળી પૃષ્ઠો સાથે રૂબરૂ કરાવ્યા છે. આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો જાણીએ એવી ફિલ્મો વિશે જે જોતા જ તમારામાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે અને ભારતની રક્ષા કાજે શહીદ થયેલા વીરોની યાદ અપાવશે.

1. બોર્ડર અને બોર્ડર 2: લોંગેવાલાની એ ઐતિહાસિક રાત

વર્ષ 1997માં જેપી દત્તાએ બનાવેલી 'બોર્ડર' આજે પણ વોર ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રાજસ્થાનના લોંગેવાલામાં માત્ર 120 સૈનિકોએ જે રીતે પાકિસ્તાની ટેન્કોના ફુરચા બોલાવ્યા હતા, તેની વાર્તા આ ફિલ્મમાં વણી લેવાઈ છે. ખાસ વાત એ છે કે, આ જ શુક્રવારે રિલીઝ થયેલી 'બોર્ડર 2' ફરી એકવાર દેશભક્તિનો માહોલ ગજવી રહી છે. આ સિક્વલમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને આહાન શેટ્ટી આર્મી, નેવી અને એરફોર્સના ઓફિસર તરીકે શાનદાર એક્શન કરતા જોવા મળે છે.

2. LOC કારગિલ: ઓપરેશન વિજયની ગાથા

2003માં આવેલી આ ફિલ્મ ભારતીય સેનાના 'ઓપરેશન વિજય' પર આધારિત છે. કારગિલની ઊંચાઈઓ પર દુશ્મનોને પછાડવા માટે ભારતીય જવાનોએ જે સંઘર્ષ કર્યો હતો, તે આ ફિલ્મમાં આબેહૂબ બતાવાયો છે. સંજય દત્ત, અજય દેવગન અને અભિષેક બચ્ચન જેવા કલાકારોની લાંબી લિસ્ટ સાથેની આ ફિલ્મે દરેક ભારતીયની આંખો ભીની કરી હતી.

3. ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક - 'How’s the Josh?'

આધુનિક ભારતની સૈન્ય શક્તિનો પરિચય કરાવતી ફિલ્મ એટલે 'ઉરી'. 2016માં પાકિસ્તાન પ્રેરિત આતંકી મથકો પર ભારતીય સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પર આધારિત આ ફિલ્મમાં વિકી કૌશલે મેજર વિહાન સિંહ શેરગિલનું પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મે દેશભક્તિને એક નવો અંદાજ આપ્યો હતો.

4. શેરશાહ: 'યે દિલ માંગે મોર'

મેજર વિક્રમ બત્રા (પરમવીર ચક્ર વિજેતા) ની બાયોપિક એટલે 'શેરશાહ'. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મમાં શહીદ વિક્રમ બત્રાની બહાદુરી અને તેમના અંગત જીવનને સુંદર રીતે રજૂ કર્યું છે. કારગિલ યુદ્ધમાં શિખર પોઈન્ટ 4875 કબજે કરતી વખતે તેમનું બલિદાન આજે પણ દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત છે.

5. ઇક્કિસ: પરમવીર અરૂણ ખેત્રપાલને અંજલિ

વર્ષ 2026ની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઇક્કિસ' ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અગસ્ત્ય નંદાએ 1971ના યુદ્ધના હીરો સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેત્રપાલનો રોલ ભજવ્યો છે. માત્ર 21 વર્ષની ઉંમરે યુદ્ધના મેદાનમાં અદભૂત સાહસ બતાવનાર અરૂણ ખેત્રપાલની બાયોપિક આપણને આઝાદીની કિંમત સમજાવે છે. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા ધર્મન્દ્ર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now