Home Automobile Renault Duster To Be Launched In India Tomorrow Know About Its Features And Engine

Renault Duster કાલે ભારતમાં થશે લોન્ચ! : લોન્ચિંગ પહેલા જાણો ફીચર્સ, એન્જિન અને ડિઝાઇન વિશેની માહિતી

Renault Duster કાલે ભારતમાં થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 11:40 AM IST

Renault Duster : ભારતીય રસ્તાઓ પર એક સમયે રાજ કરનાર રેનો ડસ્ટર (Renault Duster) ફરી એકવાર નવા અવતારમાં પરત ફરી રહી છે. આવતીકાલે એટલે કે, 17 માર્ચે રેનો તેની સૌથી લોકપ્રિય મધ્યમ સાઇઝની SUV ને ઓફિશિયલ રીતે લોન્ચ કરવા જઈ રહી છે. Hyundai Creta અને Kia Seltos જેવી મોટી કારને કોમ્પિટિશન આપવા માટે Renault એ Duster માં આ વખતે લુક, પાવર અને ટેકનોલોજીમાં જબરદસ્ત અપગ્રેડ કર્યું છે.

દમદાર ડિઝાઇન

નવી ડસ્ટર ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ ત્રીજી જનરેશનના મોડલ પર બેસ્ડ છે, પરંતુ ભારતીય ગ્રાહકોની પસંદગી મુજબ તેમાં થોડા ફેરફાર કરાયા છે. આગળના ભાગમાં 'આઈબ્રો-સ્ટાઇલ' LED DRLs આપવામાં આવ્યા છે, જે ટર્ન ઇન્ડિકેટરનું પણ કામ કરશે. તેની ગ્રીલ પર 'Duster' લખેલું જોવા મળશે અને સિલ્વર બમ્પર્સ તેને જૂની ડસ્ટર જેવો જ મજબૂત લુક આપે છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર

કેબિનની અંદર જતાં જ તમને લક્ઝરી અને ટેકનોલોજીનો એક્સપિરિયન્સ થશે. તેમાં નવું થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને ડ્યુઅલ-સ્ક્રીન ડેશબોર્ડ સેટઅપ છે. આ ઉપરાંત, રાત્રિ સફરને વધુ સુંદર બનાવવા માટે એમ્બિયન્ટ લાઇટિંગ અને પ્રીમિયમ લુક માટે કાર્બન-ફાઇબર ફિનિશિંગ આપવામાં આવ્યું છે. પેનોરેમિક સનરૂફ આ કારના લુકમાં ચાર ચાંદ લગાવે છે.

આધુનિક ફીચર્સ

ટેકનોલોજીની વાત કરીએ તો, નવી ડસ્ટરમાં 10.1-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. ડ્રાઇવર માટે 7-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે ગૂગલ ઓએસ (Google OS) પર ચાલે છે. સાથે જ વાયરલેસ ચાર્જર અને વેન્ટિલેટેડ સીટ્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ટોપ ક્લાસ સેફ્ટી

સુરક્ષા બાબતે Renault એ કોઈ બાંધછોડ કરી નથી. નવી Duster માં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને સૌથી મહત્વનું લેવલ-2 ADAS (Advanced Driver Assistance Systems) આપવામાં આવ્યું છે, જે તમારી રાઈડને વધુ સુરક્ષિત બનાવે છે.

એન્જિન અને પાવર

રેનો ડસ્ટર ત્રણ અલગ-અલગ એન્જિન ઓપ્શનમાં મળશે:

  • 1.8L હાઇબ્રિડ : 160bhp પાવર (શ્રેષ્ઠ માઇલેજ માટે).

  • 1.3L ટર્બો પેટ્રોલ : 160bhp અને 280Nm ટોર્ક (પરફોર્મન્સ માટે).

  • 1.0L ટર્બો પેટ્રોલ : 100bhp (બજેટ ફ્રેન્ડલી ઓપ્શન).

બુકિંગ અને કિંમત

જો તમે આ SUV ખરીદવા માંગતા ઈચ્છો છો, તો માત્ર ₹21,000 નું ટોકન આપીને તમે Renault Duster નું પ્રી-બુક કરી શકો છો. ટર્બો વેરિઅન્ટ્સની ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે હાઇબ્રિડ મોડલ દિવાળીની આસપાસ રસ્તાઓ પર જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now