Home Automobile Renault Duster Base Variant Details

Renault Dusterનું બેઝ વેરિઅન્ટ ખરીદવા પર કેટલો ફાયદો? : જાણો કિંમત અને ફીર્ચસ

Renault Dusterનું બેઝ વેરિઅન્ટ ખરીદવા પર કેટલો ફાયદો?
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 06:30 PM IST

નવી Renault Dusterની શરૂઆતી કિંમત 10.4 લાખ રૂપિયા રાખવામાં આવી છે જે તેને મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં એક આર્થિક વિકલ્પ બનાવે છે. આ કિંમત પર કંપની તેનું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ Authentic ઓફર કરી રહી છે. જોકે આ બેઝ મોડલ છે તેમ છતાં તેમાં કેટલીક પાયાની જરૂરિયાતોને સંતોષતા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેરિઅન્ટ ખાસ એવા ગ્રાહકો માટે તૈયાર કરાયું છે જેઓ ઓછા બજેટમાં એસયુવી ચલાવવાનો અનુભવ મેળવવા માંગે છે.

એન્જિન અને પાવરની વાત કરીએ તો Authentic વેરિઅન્ટમાં 1.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 100 bhpનો પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જિન સાથે 6-speed મેન્યુઅલ ગિયરબોક્સ જોડવામાં આવ્યું છે. આ પાવરટ્રેન શહેરના રસ્તાઓ અને હાઈવે બંને પર સંતુલિત પરફોર્મન્સ આપે છે. જોકે આ મોડલમાં વધુ શક્તિશાળી એન્જિન કે ઓટોમેટિક ટ્રાન્સમિશનની સુવિધા મળતી નથી પરંતુ કિંમતના પ્રમાણમાં તે યોગ્ય જણાય છે.

બેઝ વેરિઅન્ટ હોવા છતાં કંપનીએ સુરક્ષા અને સુવિધાના કેટલાક સારા ફીચર્સ આપ્યા છે. તેમાં LED લાઈટિંગ, 7 inchનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, 6 એરબેગ્સ, પાર્કિંગ સેન્સર અને મેન્યુઅલ AC જેવી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત પાછળની સીટ પર બેસતા મુસાફરો માટે રિયર AC વેન્ટ્સ પણ આપવામાં આવ્યા છે. TPMS અને એડજસ્ટેબલ સ્ટીયરિંગ જેવા ફીચર્સ આ ગાડીને પ્રીમિયમ લુક આપે છે.

ડિઝાઇન અને ઇન્ટિરિયરના મામલે આ વેરિઅન્ટ થોડું સાદું લાગે છે. તેમાં એલોય વ્હીલ્સ કે રૂફ રેલ્સ મળતા નથી તેના બદલે બ્લેક સ્ટીલ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. પાછળના ભાગમાં LED ટેલ લાઈટ્સ તો છે પરંતુ કનેક્ટેડ લાઈટિંગ કે રિયર વાઈપર જેવા ફીચર્સની ગેરહાજરી વર્તાય છે. ઇન્ટિરિયર પણ એકદમ બેઝિક રાખવામાં આવ્યું છે જેમાં કોઈ પણ પ્રકારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી નથી.

નિષ્કર્ષ મુજબ જો તમે માત્ર મર્યાદિત બજેટમાં એસયુવી ખરીદવા માંગતા હોવ તો આ વેરિઅન્ટ પસંદ કરી શકાય છે. પરંતુ જો તમે મનોરંજન માટે મ્યુઝિક સિસ્ટમ અને રિયર કેમેરા જેવી અદ્યતન સુવિધાઓ ઈચ્છતા હોવ તો થોડું બજેટ વધારીને Evolution વેરિઅન્ટ લેવું વધુ હિતાવહ રહેશે. તેમાં વધુ પાવરફુલ એન્જિન અને આધુનિક ફિચર્સનો સંગમ જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now