Home Automobile Renault Bridger Suv India Electric Turbo Petrol Launch

રેનોલ્ટ ‘Bridger’ SUV ભારતીય માર્કેટમાં કરશે ધમાકેદાર એન્ટ્રી! : આ SUV માં મળશે ટર્બો-પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક વેરિયન્ટ્સ

Renault Bridger
Published by: Aryan Shah
Last Updated: Apr 17, 2026, 01:06 PM IST

Renault Bridger : રેનો ઈન્ડિયા ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે તૈયાર છે. કંપનીએ તેની 'ઈન્ડિયા 2.0' વ્યૂહરચના હેઠળ 2030 સુધીમાં 7 નવા મોડલ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજનામાં સૌથી મહત્વનું નામ 'Renault Bridger' SUV નું છે, જે આ કાર તેના પાવરફુલ એન્જિન અને મોડર્ન ફીચર્સને કારણે અત્યારથી જ ચર્ચામાં છે.

રેનોનો ફ્યુચર પ્લાન

રેનોની યોજના ભારતમાં 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની કેટેગરીમાં અને પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની હાજરી વધારવાની છે. કંપની 2030 સુધીમાં કુલ 7 નવા વાહનો લાવશે, જેમાં Renault Bridger એક મુખ્ય મોડલ તરીકે ઉભરી આવશે. આ વ્યૂહરચનાનો હેતુ ભારતને રેનોના ટોપના ત્રણ વૈશ્વિક માર્કેટ્સમાં સામેલ કરવાનો છે.

પાવરફૂલ એન્જિન અને પરફોર્મન્સ

Renault Bridger માં 1.2 લિટરનું ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જે વૈશ્વિક સ્તરે જાણીતી રેનો ક્લિઓ 6 થી ઇન્સપાયર છે. આ એન્જિન 113.4bhp નો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત, બજેટ ખરીદદારો માટે કાઇગર લાઇનઅપમાંથી 1.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઓપ્શન પણ મળી શકે છે.

રેનોની પ્રથમ ઇલેક્ટ્રિક SUV

Renault Bridger SUV માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં પણ લોન્ચ થશે. આ ભારત માટે રેનોની પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) હશે. જેમાં 40kWh સુધીનો બેટરી પેક મળી શકે છે, જે ટાટા નેક્સન EV અને મહિન્દ્રા XUV 3XO EV જેવા લોકપ્રિય મોડલ્સને સીધી ટક્કર આપશે.

Renault Bridger ની ડિઝાઇન અને પ્લેટફોર્મ

આ SYV રેનો ગ્રુપ મોડ્યુલર પ્લેટફોર્મ (RGMP) પર આધારિત હશે, જે નવી ડસ્ટરમાં પણ વપરાયું છે. ટેક્સના ફાયદા માટે તેની લંબાઈ 4 મીટરથી ઓછી રાખવામાં આવશે. તે કાઇગર અને ડસ્ટર વચ્ચેની ખાલી જગ્યા ભરશે. આ કારમાં 400 લિટરની બૂટ સ્પેસ અને હાઇ મોડલ્સમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) ની સુવિધા પણ મળી શકે છે.

Renault Bridger નું લોન્ચિંગ અને સ્પર્ધા

Renault Bridger 2027 ના અંત સુધીમાં ભારતીય રસ્તાઓ પર જોવા મળે તેવી શક્યતા છે. આ કારનું પ્રોડક્શન ચેન્નાઈના પ્લાન્ટમાં કરવામાં આવશે. લોન્ચ થયા પછી, તે ટાટા નેક્સન, મારુતિ બ્રેઝા, સ્કોડા કાયલાક અને મહિન્દ્રા XUV 3XO જેવી પ્રચલિત SUV સાથે સ્પર્ધા કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now