Home Tech/Gadgets Reliance Will Make The Biggest Data Centre For Ai In Jamnagar Gujarat

AI ક્ષેત્રે મોટો ધમાકો કરશે Reliance : ગુજરાતમાં જ બનશે વિશ્વનું સૌથી મોટું AI ડેટા સેન્ટર

AI ક્ષેત્રે મોટો ધમાકો કરશે Reliance
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 05:03 AM IST

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વનું સૌથી મોટું AI ડેટા સેન્ટર બનાવવા જઈ રહી છે. જેના માટે પણ ગુજરાતને જ પસંદ કરવામાં આવ્યું છે. જામનગરમાં બનાવવામાં આવશે. આ કેન્દ્રની કુલ ક્ષમતા 3 GW હશે અને તેની વિશ્વમાં કોઈ સ્પર્ધા નહીં હોય. હાલમાં, મોટાભાગના ઓપરેશનલ ડેટા સેન્ટરો USAમાં છે અને મોટાભાગના એક ગીગાવોટથી ઓછી ક્ષમતા ધરાવે છે.

NVIDIA સાથે ભાગીદારી
રિલાયન્સે આ પ્રોજેક્ટ માટે NVIDIA સાથે પાર્ટનર્શીપ કરી છે. તેમાં વપરાયેલ AI સેમિકન્ડક્ટર NVIDIA માંથી લેવામાં આવશે. ગત વર્ષે ઓક્ટોબરમાં, બંને કંપનીઓએ ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સાથે મળવાની જાહેરાત કરી હતી. NVIDIA CEO જેન્સન હુઆંગે AI ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતે પોતાનું AI બનાવવું જોઈએ. તમારે ઇન્ટેલિજન્સ આયાત કરવા માટે ડેટા નિકાસ કરવો ના જોઈએ. અંબાણી પણ તેમની સાથે સહમત થયા હતા.

ડેટા સેન્ટર ગ્રીન એનર્જી પર ચાલશે
ડેટા સેન્ટર ચલાવવા માટે મોટી માત્રામાં એનર્જીની જરૂર પડશે અને ઘણા નિષ્ણાતોએ આના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો જામનગરના સેન્ટરની વાત કરીએ તો તેની મોટાભાગની જરૂરિયાતો ગ્રીન એનર્જી દ્વારા પૂરી કરવામાં આવશે. રિલાયન્સ આ વિસ્તારમાં સોલાર, વિન્ડ મિલ્સ અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સની કરી શકે છે સ્થાપના.

રિલાયન્સનો ભાર AIને સસ્તું બનાવવા પર છે
મુકેશ અંબાણીએ ભારતમાં લોકો માટે AI ઍક્સેસ કરવાનું સરળ બનાવવા વિશે પણ વાત કરી હતી. રિલાયન્સ ટેલિકોમ સેક્ટરની જેમ મજબૂત રણનીતિ સાથે આ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી શકે છે. Jioથી, રિલાયન્સે ભારતના ટેલિકોમ સેક્ટર હલાવી દિધુ હતુ. અંબાણીએ ગત વર્ષે કહ્યું હતું કે તેઓ એઆઈને વિશ્વમાં સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવા માગે છે જેથી તે દરેકને સસ્તું મળે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now